તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'સુહેલદેવ- ધ- કિંગ વ્હુ સેવ્ડ ઇન્ડિયા':મેકર્સે કહ્યું- 'સુહેલદેવ' માટે હજુ સુધી કોઈ એક્ટરને અપ્રોચ નથી કર્યા, હજુ તો નોવેલને સ્ક્રીનપ્લેમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

થોડા સમય પહેલાં રાઇટર અમીશની બુક 'સુહેલદેવ- ધ- કિંગ વ્હુ સેવ્ડ ઇન્ડિયા' પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઇ હતી. ત્યારબાદ અટકળો શરૂ થઇ કે 'સુહેલદેવ'ના હીરોના રોલમાં કોણ હશે? આ વચ્ચે સમાચાર આવ્યા કે ફિલ્મમેકર્સે અજય દેવગણ અને અક્ષય કુમારને ફિલ્મ માટે અપ્રોચ કર્યા છે. જોકે બંને પાસે તારીખ નથી, તો તેઓ આ ફિલ્મ નથી કરી રહ્યા. આ સત્ય છે કે ખોટું આના પર ફિલ્મમેકર્સે હવે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે.

અમે કોઈપણ એક્ટરને અપ્રોચ નથી કર્યા
સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે, 'આ પ્રોજેક્ટ માટે અમે અત્યાર સુધી કોઈપણ એક્ટરને અપ્રોચ નથી કર્યા. હજુ તો નોવેલને સ્ક્રીનપ્લેમાં કન્વર્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે. 'સુલેહદેવ' એક મોટો પ્રોજેક્ટ છે, તે એક મહાન નાયક હતા. સ્ક્રિપ્ટ લોક થઇ ગયા પછી જ અમે ફિલ્મના કાસ્ટિંગ વગેરેની પ્રોસેસ શરૂ કરશું.'

મેકર્સે આગળ કહ્યું, 'આ પહેલાં કોઈ એક્ટરનો સંપર્ક કરવો અમારા માટે સમય પહેલાં કામ કરવાની વાત હશે. રાજા સુલેહદેવનો રોલ પ્લે કરવા માટે હજુ સુધી અમારી પાસે કોઈ એક્ટર નથી આવ્યું. મીડિયામાં ફરતા બધા રિપોર્ટ અને અટકળો અનાવશ્યક અને સંપૂર્ણ રીતે ખોટા છે.'

મેકર્સે મીડિયાને ધૈર્ય રાખવા અનુરોધ કર્યો
મેકર્સે કહ્યું, 'સુહેલદેવ' એક એવી ફિલ્મ છે, જેને દરેક ભારતીય સેલિબ્રેટ કરશે. સ્ક્રિપ્ટ અને એક્ટર લોક કર્યા બાદ અમે ઓફિશિયલી તેની જાહેરાત કરશું. ત્યાં સુધી અમે મીડિયાને ધીરજ રાખવા અનુરોધ કરીએ છીએ. અમે વિનંતી કરીએ છીએ કે અમને આ મહત્ત્વપૂર્ણ ફિલ્મને ડેવલપ કરવા ટાઈમ આપે.' જણાવી દઈએ કે આ ફિલ્મને એડ મેકર સેન્થીલ કુમાર ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મ રાજા સુહેલદેવની સ્ટોરી પર આધારિત હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો