લૉકડાઉનની અસર:આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના મેકર્સને રોજનું 3 લાખનું નુકસાન, માત્ર ત્રણ દિવસનું શૂટિંગ બાકી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસને કારણે મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ જ કારણે આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના મેકર્સને રોજનું 3 લાખનું નુકસાન થઈ રહ્યું છે. રિપોર્ટ્માં ફિલ્મની પ્રોડક્શન ટીમ સાથે જોડાયેલા સૂત્રોઓએ આ દાવો કર્યો છે. કહેવાય છે કે માત્ર ત્રણ દિવસનું શૂટિંગ બાકી છે. આલિયા ભટ્ટ પર એક ગીત શૂટ થવાનું છે અને આ સેટ ગીતના બેકગ્રાઉન્ડનો હિસ્સો છે.

મેકર્સ નુકસાન સહન કરવા તૈયાર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેકર્સ ફિલ્મસિટીમાં ત્યાં સુધી સેટ બનાવીને રાખશે, જ્યાં સુધી ફિલ્મનું પૂરું શૂટિંગ ના થઈ જાય. સેટની સાચવણીમાં પ્રોડ્યૂસર્સ સંજય લીલા ભણસાલી તથા જયંતીલાલ ગડા રોજ ત્રણ લાખનો ખર્ચ કરે છે. આ સેટ ફરીથી બનાવવાની તુલનામાં આ ખર્ચ બહુ ઓછો છે. આથી જ મેકર્સ નુકસાન સહન કરવા તૈયાર છે.

શૂટિંગ જલ્દી શરૂ થવાની શક્યતા ઓછી
'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ જલ્દીથી શરૂ થાય તેવી શક્યતા ઓછી છે. ભણસાલીએ નક્કી કર્યું છે કે અનલૉક થયા બાદ પણ તે તરત જ શૂટિંગ કરવાનું જોખમ લેશે નહીં. કોરોનાના કેસમાં ઘટાડો થશે ત્યારબાદ જ તે બાકી રહેલા 3 દિવસનું શૂટિંગ કરશે.

હુસૈન ઝેદીના પુસ્તક પર આધારિત
હુસૈન ઝેદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત આ ફિલ્મમાં ડૉન ગંગુબાઈની વાત કરવામાં આવી છે. 60ના દાયકામાં મુંબઈ માફિયામાં તેનું નામ મોટું હતું. તેના પતિએ માત્ર 500 રૂપિયામાં તેને વેચી નાખી હતી.

ફિલ્મના સેટ પર સંજય તથા અજય
ફિલ્મના સેટ પર સંજય તથા અજય

અજય દેવગન મહત્ત્વના રોલમાં
આ ફિલ્મ માટે અજય દેવગન તથા સંજય લીલા ભણસાલી 22 વર્ષ બાદ રીયુનાઈટ થયા છે. આ ફિલ્મમાં અજય ડૉન કરીમ લાલાના રોલમાં જોવા મળશે. કહેવાય છે કે ફિલ્મમાં કરીમ લાલાનો ગેટઅપ તથા ડાયલોગ એકદમ સિમ્પલ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...