તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ બાદ નામ બદલ્યું:કાર્તિક આર્યનની ફિલ્મ 'સત્યનારાયણ કી કથા'નું ટાઇટલ ચેન્જ કરવાની મેકર્સે જાહેરાત કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્તિક આર્યનની આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે.

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ 'સત્યનારાયણ કી કથા' વિવાદમાં આવતા જ મેકર્સે ફિલ્મનું નામ બદલવાની જાહેરાત કરી છે. જોકે, ફિલ્મનું નવું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. શનિવાર, 3 જુલાઈના રોજ ભોપાલના ટીટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ ફિલ્મના ડિરેક્ટર સમીરે સો.મીડિયામાં ટાઇટલ બદલવાની જાહેરાત કરી હતી.

ભાવનાઓને ઠેસ ના પહોંચે એટલે નામ બદલ્યું
સમીરે રિલીઝ કરેલાં સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે, ફિલ્મનું ટાઇટલ એક એવી બાબત છે, જે ક્રિએટિવ પ્રોસેસ દરમિયાન સામે આવે છે. અમે ભાવનાઓને ઠેસ ના પહોંચે તે માટે અમારી ફિલ્મ 'સત્યનારાયણ કી કથા'નું ટાઇટલ બદલવાનો નિર્ણય લીધો છે. ફિલ્મના પ્રોડ્યૂસર તથા ક્રિએટિવ ટીમે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. અમે અમારી યાત્રા દરમિયાન અમારી લવ સ્ટોરી માટે નવું ટાઇટલ જાહેર કરીશું. સાભાર.'

મેકર્સને ધમકી મળી હતી
નડિયાદવાલાએ આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોમાં કરવાની જાહેરાત કરી હતી. સંસ્કૃતિ બચાવો મંચના પ્રમુખ ચંદ્રશેખર તિવારીએ ધમકી આપી હતી કે જો નડિયાદવાલા મધ્યપ્રદેશમાં આવે છે તો તેમના મોં પર કાળો કલર કરીને ગધેડા પર બેસાડવામાં આવશે.

તિવારીનો આક્ષેપ હતો કે બોલિવૂડમાં છેલ્લાં ઘણાં વર્ષોથી હિંદુઓની ભાવનાઓ વિરુદ્ધ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. દેવી દેવતાઓનું ફિલ્મના માધ્યમથી અપમાન કરવામાં આવે છે, જેમાં 'ઓહ માય ગોડ', 'પીકે', 'લવરાત્રિ', 'તાંડવ' અને હવે 'સત્યનારાયણ કી કથા' આવી જ ફિલ્મ છે.

શ્રદ્ધા કપૂર લીડ રોલમાં
આ મોર્ડન ડે એપિક મ્યૂઝિક રોમાન્સ ડ્રામામાં કાર્તિકની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. જોકે, શ્રદ્ધાએ હજી સુધી ફિલ્મ સાઇન કરી નથી. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...