તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સલમાન ખાનની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ની રિલીઝને હાલમાં જ 31 વર્ષ પૂરા થયા છે. ડિરેક્ટર સૂરજ બરજાત્યાની ફિલ્મથી સલમાન ખાન તથા ભાગ્યશ્રી રાતોરાત લોકપ્રિય થયા હતાં. આ ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો બહુ જ જાણીતો છે. આ કિસ્સો સલમાને જ શૅર કર્યો હતો.
ઘણાં વર્ષો પહેલાં સલમાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શરૂઆતમાં તે ઘણો જ પાતળો હતો અને તે વજન વધારવા માટે કંઈ પણ ખાતો રહેતો હતો. ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ના સેટ પર તે 30 રોટલી અને કેળા ખાતો હતો. હવે તે હેલ્થનું બહુ જ ધ્યાન રાખે છે. હવે તો ભોજન સૂંઘતા જ પેટ ભરાઈ જાય છે.
ભાગ્યશ્રીએ કિસિંગ સીન આપવાનો ઈનકાર કર્યો હતો
ભાગ્યશ્રી રૂઢિવાદી પરિવારમાંથી આવતી હતી, તેથી તેણે ફિલ્મમાં કિસિંગ સીન આપવાની ના પાડી દીધી હતી. ભાગ્યશ્રીના પિતાએ તેને માત્ર ચૂડીદાર પહેરવાની જ પરવાનગી આપી હતી. ફિલ્મ માટે તેણે પહેલી જ વાર જીન્સ તથા વન પીસ ડ્રેસ પહેર્યો હતો. 2015માં એક ઈન્ટરવ્યૂમાં સલમાને કહ્યું હતું કે ભાગ્યશ્રીએ કિસિંગ સીન કરવાની ના પાડતા સૂરજે કિસ સીનમાં બંને વચ્ચે કાચની દીવાલ મૂકવાનું નક્કી કર્યું હતું.
ફિલ્મના શૂટિંગ દરમિયાન ભાગ્યશ્રીએ પેરેન્ટ્સની ઈચ્છાની વિરુદ્ધ જઈને હિમાલય દાસાની સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં સલમાન તથા ડિરેક્ટર સૂરજ બરજાત્યા આવ્યા હતા.
28 કરોડની કમાણી કરી હતી
ફિલ્મનું બજેટ માત્ર 2 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે 28 કરોડની કમાણી કરી હતી. સલમાનને આ ફિલ્મ માટે 31 હજાર રૂપિયા ફી મળી હતી. ફિલ્મની માત્ર 29 પ્રિન્ટ્સ રિલીઝ થઈ હતી. ફિલ્મ હિટ થયા બાદ પછી હજાર પ્રિન્ટ્સ તૈયાર કરવામાં આવી હતી. સલમાનની આ ફિલ્મ અંગ્રેજીમાં 'વ્હેન લવ કૉલ્સ'ના નામથી રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મને કેરેબિયન માર્કેટ, ત્રિનિદાદ તથા ટોબેગોમાં રિલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મ સફળ રહી હતી. સ્પેનિશમાં આ ફિલ્મ 'તે અમો'ના ટાઈટલથી રિલીઝ થઈ હતી.
10 મહિનામાં સ્ક્રીનપ્લે લખવામાં આવ્યો હતો
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.