તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ અપડેટ:મહેશ માંજરેકરે બ્લેડર કેન્સરની સર્જરી કરાવી, દીકરીએ કહ્યું, 'પપ્પા ઘણાં જ સ્ટ્રોંગ છે, મને તેમની પર ગર્વ છે'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

'કાંટે', 'રેડી', 'દબંગ' તથા 'વોન્ટેડ' જેવી ફિલ્મમાં જોવા મળેલા એક્ટર, પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર મહેશ માંજરેકરે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં બ્લેડર કેન્સરની સર્જરી કરાવી હતી. હાલમાં જ મહેશ માંજરેકરે પોતાની તબિયત અંગે કહ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. મહેશ માંજરેકરની દીકરી સઈએ પણ પિતાની તબિયત અંગે વાત કરી હતી.

સઈએ કહ્યું હતું, 'તેઓ હવે ઠીક છે અને પહેલા કરતાં ઘણું જ સારું છે. હું હાલમાં તેમના વિશે વધુ વાત કરી શકું તેમ નથી. મને નથી લાગતું કે તે આ વાત સામે આવ્યા બાદ સહજ રહી શકશે. આથી જ હું રાહ જોઉં છું કે તે એકદમ ઠીક થયા બાદ પોતાનો અનુભવ શૅર કરશે.'

વધુમાં સઈએ કહ્યું હતું, 'ઓછા શબ્દોમાં કહું તો તેઓ ઘણાં જ સ્ટ્રોંગ છે. જો તે આ અંગે વાત કરવા બેસશે તો તેને લાગે છે કે તે બહુ બધું કહી દેશે. આથી જ તે હાલમાં આ અંગે વાત કરવા માગતી નથી.'

સલમાન ખાન સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો
સર્જરી બાદ મહેશ માંજરેકરે 16 ઓગસ્ટના રોજ પોતાનો 63મો જન્મદિવસ નિકટના મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં સલમાન ખાન પણ ખાસ હાજર રહ્યો હતો. આટલું જ નહીં મહેશ માંજરેકરે સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ'ના સ્પર્ધકોને પણ આમંત્રણ આપ્યું હતું. હાલમાં જ મહેશ માંજરેકર '1962: ધ વોર ઇન ધ હિલ'માં જોવા મળ્યા હતા.