ડાયરેક્ટરના મનની વાત:મહેશ માંજરેકરે કહ્યું- શાહરુખ ખાને પોતાના ટેલેન્ટ સાથે ન્યાય કર્યો નથી, રણવીર અને રણબીર જેવાં રોલ કરી રહ્યો છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેશે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે શાહરુખ ખાને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જોઈએ
  • એવા રોલ કરવા જોઈ જે માત્ર શાહરુખ ખાન જ કરી શકે

એક્ટર અને ડાયરેક્ટર મહેશ માંજરેકરે એક ઈન્ટરવ્યૂમા શાહરુખ ખાનના ફેનને માઠું લાગે તેવા બોલ બોલ્યા છે. મહેશે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે શાહરુખ ખાને પોતાના ટેલેન્ટ સાથે ન્યાય કર્યો નથી. 'એક એક્ટર જેણે પોતાના ટેલેન્ટ સાથે ન્યાય નથી કર્યો મને લાગે છે કે તે શાહરુખ ખાન છે. શાહરુખની સમસ્યા એ છે કે તે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માગતો નથી. તે હંમેશાં પોતાની જાતને એક સિક્યોર પ્લેસમાં રાખે છે કે તેની ફિલ્મ ચાલશે કે નહિ. મારી ફિલ્મ લવરબોય ચાલી. તો તેમણે પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની જરૂર છે.'

એવા રોલ કરવા જોઈએ જે માત્ર શાહરુખ ખાન કરી શકે

મહેશે વધુમાં જણાવ્યું કે, 'શાહરુખ ખાન એવા રોલ કરે છે જે રણબીર કપૂર અને રણવીર સિંહ પર કરી લે. તો લોકો શાહરુખ ખાનને કેમ જોવાનું પસંદ કરશે. શાહરુખે એવા રોલ કરવા જોઈએ જે માત્ર શાહરુખ ખાન જ કરી શકે. ઉંમર પણ બરાબર છે બધુ બરાબર છે. ક્યારેક મને એવું લાગે છે કે મારે કંઈક કરવું જોઈએ અને શાહરુખ તેમાં કમાલ કરી દે. તે એક સારો એક્ટર છે.'

રણબીર અને રણવીરના વખાણ

મહેશે રણવીર સિંહ અને રણબીર કપૂર વિશે પોતાના મંતવ્ય રજૂ કરતા કહ્યું કે, રણવીર એક સારો એક્ટર છે તેની અંદર નાનો સંજય દત્ત છુપાયેલો છે. રણબીર કપૂર પણ એક શાનદાર એક્ટર છે. આ ઈન્ટરવ્યૂમાં મહેશે જણાવ્યું કે એવો એક્ટર જે ખુબ આગળ વધશે તે આયુષ શર્મા છે.

શાહરુખ ખાન છેલ્લે 'ઝીરો'માં જોવા મળ્યો

શાહરુખ છેલ્લે 2018માં 'ઝીરો' ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના અને અનુષ્કા શર્મા એક્ટ્રેસ હતી. જોકે ફિલ્મનું બજેટ મોટું હોવા છતાં તે ફ્લોપ રહી હતી. હવે શાહરુખ બ્રેક બાદ 'પઠાન' ફિલ્મની શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય ઘણા પેન્ડિંગ પ્રોજેક્ટમાં તે વ્યસ્ત છે.