મહેશ ભટ્ટની એન્જિયોપ્લાસ્ટી થઈ:ફિલ્મમેકર બોલ્યા, 'રૂટીન ચેકઅપ માટે ગયો હતો, ડૉક્ટરે આ પ્રોસિજર કરાવવાનું કહ્યું'

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેશ ભટ્ટની હાલમાં જ હાર્ટ સર્જરી કરાવવામાં આવી હતી. ડૉક્ટર્સે એન્જિયોપ્લાસ્ટી કરી હતી. મહેશ ભટ્ટ રૂટિન ચેકઅપ માટે ગયા હતા અને ડૉક્ટર્સે એન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી હતી. મહેશ ભટ્ટે હાર્ટ સર્જરી કરાવવી તે વાત વાઇરલ થઈ હતી. ત્યારબાદ મહેશ ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં મેડિકલ ટીમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ એક બ્લડલેસ સર્જિકલ પ્રોસિજર હતી.

મહેશ ભટ્ટે વધુમાં કહ્યું હતું, 'હું એચ.એન. રિલાયન્સ હોસ્પિટલના બેસ્ટ ડૉક્ટર્સની વચ્ચે હતો. 16 જાન્યુઆરીના રોજ પ્રોસિજર થઈ અને 18મીએ હું ઘરે પરત ફર્યો. હું જીવતો છું અને ફ્રેન્ડ સાથે મસ્તી કરી રહ્યો છું. હું સવારના પાંચ વાગ્યાથી મારી નેકસ્ટ બુક પર કામ કરું છું.'

મહેશ ભટ્ટે વાતને આગળ વધારતા કહ્યું હતું, '16 જાન્યુઆરીએ મારી પ્રોસિજર ફાઇનલ કરવામાં આવી હતી. હું રૂટિન બૉડી ચેકઅપ માટે ગયો હતો અને ડૉક્ટર્સે કહ્યું કે આમ તો તમારી તબિયત સારી છે, પરંતુ તમારે એન્જિયોપ્લાસ્ટી કરાવવી જોઈએ.'

ફિલ્મમેકરે જણાવ્યું હતું, 'મે કોઈ જાતની ફરિયાદ નહોતી અને કોઈ જાતના લક્ષણો પણ નહોતા. હું 74 વર્ષનો છું. આ ઉંમરે નળીઓ બ્લોક થાય તે સ્વાભિવક છે. ઉંમરલાયક થવું વૈકલ્પિકલ નહીં, પરંતુ અનિવાર્ય છે.'

મહેશ ભટ્ટના દીકરાએ શું કહ્યું?
રાહુલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'જેનો અંત સારો, તેનું બધું જ સારું અને હવે તે ઘરે પરત આવી ગયા છે. હું તમને આ અંગે વધુ માહિતી પહેલા આપી શક્યો નહીં, કારણ કે હોસ્પિટલમાં વધુ લોકોને આવવાની પરવાનગી નહોતી.'

નવેમ્બરમાં નાના બન્યા
ગયા વર્ષે એપ્રિલમાં મહેશ ભટ્ટની દીકરી આલિયાએ એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. નવેમ્બરમાં આલિયાએ દીકરી રાહાને જન્મ આપ્યો હતો. તે સમયે મહેશ ભટ્ટે કહ્યું હતું, 'મારી દીકરીને દીકરી આવી છે. હું રણબીર ને આલિયા માટે ઘણો જ ખુશ છું. અમારો પરિવાર બસ આમ જ વધતો રહે.'

અન્ય સમાચારો પણ છે...