તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ:મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની CBIને અપીલ, જલદી કહો કે સુશાંતે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ

મુંબઈ2 મહિનો પહેલા

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસના પરિણામો જાહેર કરવાની અપીલ કરી છે. રવિવારે, 27 ડિસેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું, 'તપાસ શરૂ થયે પાંચ મહિનાનો સમય પસાર થઈ ગયો છે, પરંતુ CBIએ હજી સુધી એ સ્પષ્ટતા કરી નથી કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે તેણે આત્મહત્યા કરી હતી. હું CBIને અપીલ કરું છું કે તે જલદીથી તપાસના પરિણામો જાહેર કરે.'

સુપ્રીમ કોર્ટમાં પણ સવાલ કરવામાં આવ્યો હતો
સુશાંતના મોત અંગે આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેમાં CBIની કામ કરવાની પદ્ધતિ પર સવાલ કરવામાં આવ્યો હતો. એડવોકેટ વિનીત ઢાંડાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં એજન્સીને બે મહિનામાં તપાસ પૂરી કરવાનો તથા આ અંગે રિપોર્ટ રજૂ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

અરજીમાં આ વાત પણ કહેવામાં આવી હતી
અરજીમાં કહેવામાં આવ્યું હતું, 'સુપ્રીમ કોર્ટે દેશની પ્રમુખ તપાસ એજન્સી પર ઊંડો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને દિવગંત એક્ટરની અપ્રાકૃતિક મોતની તપાસનો આદેશ આપ્યો હતો, કારણ કે સુશાંતના મોતથી આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. ત્યાં સુધી કે વિદેશમાં રહેતાં સુશાંતના ચાહકોને પણ આંચકો લાગ્યો હતો.'

વધુમાં અરજીમાં કહેવામાં આવ્યું હતું, 'સુપ્રીમ કોર્ટે 19 ઓગસ્ટ, 2020ના રોજ CBIને તપાસનો આદેશ આપ્યો હતો. અંદાજે ચાર મહિનાનો સમય પસાર થયો હોવા છતાંય CBIએ પોતાની તપાસ પૂરી કરી નથી. સુશાંતના પરિવારના સભ્યોની સાથે સાથે તેના ચાહકો તથા શુભેચ્છકોને પણ હજી સુધી તેના મોત પાછળનું ચોક્કસ કારણ ખબર પડી નથી.'

અરજીકર્તાએ દલીલ કરી હતી કે કોર્ટે તપાસ માટે હવે બે મહિનાનો સમય નક્કી કરી દેવો જોઈએ, જેથી સમય પર પરિણામ મળી શકે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં માગણી કરવામાં આવી હતી કે તે CBIને આદેશ આપે અને પોતાની તપાસ અંગેનો રિપોર્ટ રજૂ કરે.

સુશાંતના મોતને છ મહિના થયા
14 ડિસેમ્બરના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતને છ મહિના થયા હતા. 14 જૂનના રોજ સુશાંતની ડેડબોડી મુંબઈના બાંદ્રા સ્થિત ભાડાના ઘરમાં મળી આવી હતી. શરૂઆતમાં મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ માનીને તપાસ શરૂ કરી હતી. જોકે, સુશાંતના પરિવાર, મિત્રો તથા ચાહકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

જોકે, AIIMSએ સુશાંતની હત્યા થઈ હોવાની વાતનો ઈનકાર કર્યો છે. તો CBIએ અત્યાર સુધી કોઈ પણ રિપોર્ટ આ કેસમાં રજૂ કર્યો નથી. ED તથા NCB અલગ-અલગ એંગલથી કેસની તપાસ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો