લિખી ભાગ્ય મેં જો તેરે, વહી મિલેગી મધુશાલા:અમિતાભના અવાજમાં રેકોર્ડ થઈ 'મધુશાલા', NFT પર પહેલા જ દિવસે લાગી 3 કરોડથી વધુની બોલી

24 દિવસ પહેલા
  • ભારતમાં NFTની આ સૌથી ઉંચી બોલી છે
  • સની લિઓનીએ મિસફિટ્ઝ NFT લોન્ચ કરી

અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’'NFT ને હરાજી શરૂ થયાના પહેલા જ દિવસે 3.13 રૂપિયાની બોલી મળી છે. અત્યારે આ ઓક્શન 4 નવેમ્બર સુધી ચાલુ રહેશે. એટલે કે આ રકમ હજુ વધી શકે છે. આ NFTમાં અમિતાભના અવાજમાં તેમના પિતા કવિ હરિવંશરાય બચ્ચનની પ્રસિદ્ધ રચના ‘મધુશાલા’નું પઠન છે.

શું છે NFT
NFT અર્થ છે નોન ફંજીબલ ટોકન. કોઈપણ આર્ટ પીસ, વોઈસ વિડિયો ક્લિપ અથવા કોઈપણ અન્ય વસ્તુને ડિજિટલ ફોર્મેટમાં બ્લોક ચેનમાં સુરક્ષિત કરવામાં આવે છે. આ NFT ખરીદનારને તેના ઓરિજનલ હોવાનું ડિજિટલ સર્ટિફિકેટ મળે છે.

અમિતાભે આ પ્લેટફોર્મ પસંદ કર્યું
દુનિયાભરના સેલેબ્સ તેમના NFT કોઈન કરવા અને ઓક્શનમાં મોકલવાની રેસમાં સામેલ છે. ભારતમાં અમિતાભ બચ્ચને ‘મધુશાલા’ના પઠન ઉપરાંત પોતાની કેટલીક સુપરહિટ ફિલ્મોના સાઈન કરેલા પોસ્ટર અને બીજી વસ્તુઓને NFTમાં રૂપાંતરિત કર્યા છે અને બિયોન્ડ લાઈફ ડોટ ક્લબ NFT પ્લેટફોર્મ પર ઓક્શન માટે પોસ્ટ કર્યા છે.

મધુશાલા માટે ઓફર મળી
1 નવેમ્બરના રોજ ઓક્શનના પહેલા જ દિવસે મધુશાલા માટે 4.20 લાખ US ડોલર (3.13 કરોડ રૂપિયા)ની ઓફર મળી હતી. NFT એક્સચેન્જને આશા છે કે આગામી બે દિવસમાં આ બિડ ક્લોઝ થશે ત્યારે આ રકમ વધારે વધી શકે છે. સૌથી વધારે બિડ બોલીને આ NFT ખરીદનાર બાદમાં વધારે કિંમતમાં તેને વેચી પણ શકે છે.

અમિતાભના સાઈન કરેલા પોસ્ટર અને અન્ય બીજી વસ્તુઓ માટે પણ એક લાખ US ડોલર સુધીની (74 લાખ રૂપિયા) બિડ મળી છે.

સનીની નવી NFT તરત જ વેચાઈ ગઈ
સની લિઓનીએ પોતાની નવી NFT ‘મિસફિટ્ઝ’લૉન્ચ કરી છે. મિસફિટ્ઝનું NFT વર્ઝન લોન્ચ કરતા સનીએ જણાવ્યું કે, તેને ગુલાબી કલર અને ટેટૂવાળા છોકરાઓ પસંદ છે અને તે બાદમાં તેને લંચના સ્વરૂપમાં ખાઈ પણ જાય છે.

સનીએ દાવો કર્યો છે કે આ એક પ્રાઈવેટ સેલ હતો અને તે NFT તરત વેચાઈ ગયો, પરંતુ તેની કિંમત વિશે કંઈ જણાવવામાં નથી આવ્યું.

સલમાન પણ સામેલ થઈ ગયો છે
ભારતીય સેલેબ્સમાં સલમાન ખાન પણ NFT રેસમાં સામેલ થઈ ગયો છે. તેની NFT આગામી ડિસેમ્બરમાં લોન્ચ થવાની છે. સલમાન પોતાના સાળા અતુલ અગ્નિહોત્રીને NFT પ્લેટફોર્મ ‘બોલીકોઈન’દ્વારા પોતાની NFT લાવશે. તે ઉપરાંત સલમાન શોર્ટ વીડિયો એપ ચિંગારીના NFT પ્લેટફોર્મ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ બની ગયો છે.