સોશિયલ કોઝ:માધુરી દીક્ષિતના 16 વર્ષના દીકરાએ કેન્સર સોસાયટીને વાળ દાનમાં આપ્યા, શિલ્પા શેટ્ટીએ વખાણ કર્યાં

મુંબઈએક મહિનો પહેલા
  • માધુરીએ કહ્યું, 'તમામ હીરો કેપ પહેરતા નથી, પરંતુ મારા હીરોએ પહેરી'

નેશનલ કેન્સર ડે પર બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતના નાના દીકરા રિયાને પોતાના વાળ કેન્સરના દર્દીઓને ડોનેટ કર્યા છે. માધુરીએ સો.મીડિયામાં આ અંગેની વીડિયો શૅર કર્યો હતો. વીડિયો જોયા બાદ શિલ્પા શેટ્ટીએ રેયાનના વખાણ કર્યા હતા. રેયાનની ઉંમર 16 વર્ષની છે.

વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો
દીકરાનો વીડિયો શૅર કરીને માધુરીએ ઇમોશનલ નોટ શૅર કરી હતી. માધુરીએ શૅર કરેલો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.

માધુરીની ઇમોશનલ નોટ
માધુરીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'તમામ હીરો કેપ પહેરતા નથી, પરંતુ મારા હીરોએ પહેરી. નેશનલ કેન્સર દિવસ પર હું કંઈક સ્પેશિયલ શૅર કરાવ માગું છું. કેન્સર માટે કીમોમાંથી પસાર થતાં દર્દીઓને જોઈને રેયાન દુઃખી થઈ જતો હતો. ટ્રીટમેન્ટને કારણે દર્દીઓના વાળ ઉતરી જતા હતા. મારા દીકરાએ વાળ કેન્સર સોસાયટીને આપવાનો નિર્ણય કર્યો હતો. પેરેન્ટ્સ હોવાને કારણે અમે તેના આ નિર્ણયથી ઘણાં જ ખુશ છીએ. ગાઇડલાઇન્સ પ્રમાણે, વાળની આટલી લેન્થ વધવામાં અંદાજે 2 વર્ષ થયા અને આ ફાઇનલ સ્ટેપ હતું.'

શિલ્પા શેટ્ટી-ફરાહે વખાણ કર્યા
માધુરી દીક્ષિતના દીકરાના વખાણ થઈ રહ્યા છે. અનેક સેલેબ્સે આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી. શિલ્પાએ કહ્યું હતું કે ઘણો જ સુંદર વિચાર. કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાને કહ્યું હતું કે કેટલો સેન્સિટિવ તથા દયાળું છે.

માધુરીએ 17 ઓક્ટોબર, 1999માં ડૉક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. નેને પણ મરાઠી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. લગ્ન બાદ માધુરી 10 વર્ષ સુધી અમેરિકામાં રહી હતી. જોકે, 2011માં તે પરિવાર સાથે ભારત પરત ફરી હતી. માધુરીના બે દીકરાઓ અરિન તથા રિયાન છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તે માધુરીએ હાલમાં જ 'ડાન્સ દિવાને' શો જજ કર્યો હતો. 54 વર્ષીય માધુરી હવે નેટફ્લિક્સની ફિલ્મ 'અનામિકા'માં જોવા મળશે. આ ફિલ્મને કરન જોહરના પ્રોડક્શન હાઉસે પ્રોડ્યૂસ કરી છે અને ફિલ્મને કરિશ્મા કોહલી તથા બિજોય નામ્બિયારે ડિરેક્ટ કરી છે. માધુરી છેલ્લે 2019માં 'કલંક'માં જોવા મળી હતી.