મોંઘું ઘર:માધુરી દીક્ષિત હવે ભાડાના ઘરમાં રહેશે, 29મા માળે આવેલા ફ્લેટનું ભાડું દર મહિને 12.5 લાખ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધુરી દીક્ષિતે 26 ઓક્ટોબરે ડીલ સાઇન કરી
  • ડિપોઝિટના 3 કરોડ રૂપિયા જમા કરાવ્યા

બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે હાલમાં જ ભાડાનું ઘર લીધું છે. માધુરી દીક્ષિત આગામી ત્રણ વર્ષ માટે મુંબઈમાં ભાડાના ઘરમાં રહેશે. આ ઘરનું ઇન્ટિરિયરનું કામ શરૂ થઈ ગયું છે. માધુરી હવે આ ઘરમાં રહેશે.

દર મહિને આટલું ભાડું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માધુરીએ મુંબઈ, વર્લી સ્થિત ઇન્ડિયાબુલ્સ બ્લૂ બિલ્ડિંગના 29મા માળે ફ્લેટ ભાડે લીધો છે. આ ફ્લેટ ત્રણ વર્ષ માટે ભાડેથી લીધો છે. આ ફ્લેટની માલિક જ્વેલરી ડિઝાઇનર કાજલ ફેબિયાની છે. આ ફ્લેટ 5500 સ્કેવર ફૂટનો છે, જેમાં 3 રૂમ, લોબી તથા બાલકની છે.

26 ઓક્ટોબરે ડીલ કરી
સૂત્રોના મતે, માધુરીએ ગયા અઠવાડિયે 26 ઓક્ટોબરે એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો. કાચની બિલ્ડિંગમાં ટોટલ 300 ફ્લેટ્સ છે, જેમાં 2BHK (બેડરૂમ, હોલ કિચન), 3BHK, 4BHK છે. આ ફ્લેટની કિંમત 4.5 કરોડથી 15 કરોડ રૂપિયા સુધીની છે. આ બિલ્ડિંગની B તથા C વિંગના 10 ફ્લોર રાના કપૂરના (યસ બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર) હતા. આ ફ્લેટ 5000થી 6000 સ્કેવર ફૂટના છે. અહીંયા એક સ્કેવર ફૂટનો ભાવ 70 હજાર રૂપિયા છે.

3 કરોડ ડિપોઝિટ જમા કરાવી
માધુરી દીક્ષિત દર મહિને 12.50 લાખ રૂપિયા ભાડું ભરશે. વાર્ષિક ભાડું 1.5 કરોડ રૂપિયા થયું. દર વર્ષે ભાડામાં 5 ટકાનો વધારો થશે. એ રીતે માધુરી દીક્ષિત ત્રણ વર્ષ માટે અંદાજે 4.73 કરોડ રૂપિયા ચૂકવશે. માધુરીએ ડિપોઝિટના 3 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તે માધુરીએ હાલમાં જ 'ડાન્સ દિવાને' શો જજ કર્યો હતો. 54 વર્ષીય માધુરી હવે નેટફ્લિક્સની ફિલ્મ 'અનામિકા'માં જોવા મળશે. આ ફિલ્મને કરન જોહરના પ્રોડક્શન હાઉસે પ્રોડ્યૂસ કરી છે અને ફિલ્મને કરિશ્મા કોહલી તથા બિજોય નામ્બિયારે ડિરેક્ટ કરી છે. માધુરી છેલ્લે 2019માં 'કલંક'માં જોવા મળી હતી.

22 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા
માધુરીએ 17 ઓક્ટોબર, 1999માં ડૉક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. નેને પણ મરાઠી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. લગ્ન બાદ માધુરી 10 વર્ષ સુધી અમેરિકામાં રહી હતી. જોકે, 2011માં તે પરિવાર સાથે ભારત પરત ફરી હતી. માધુરીના બે દીકરાઓ અરિન તથા રિયાન છે.

અન્ય સમાચારો પણ છે...