તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરોજ ખાન યાદ આવ્યાં:માધુરી દીક્ષિત બોલી, ‘ડિરેક્ટરના ઠપકાથી હું રડી રહી હતી ત્યારે સરોજજીએ મને કહ્યું હતું લાઈફમાં ક્યારેય રડવાનું નહીં’

2 મહિનો પહેલા
  • સરોખ ખાને અંતિમ સોંગ ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘કલંક’ માટે કોરિયોગ્રાફ કર્યું હતું
  • રિયાલીટી શોમાં માધુરી દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાનને યાદ કરીને રડી પડી હતી

આજે એટલે કે 15 મેના રોજ માધુરી દીક્ષિતનો 54મો બર્થડે છે. એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. આ વીડિયો રિયાલીટી શો ‘ડાન્સ દિવાને-3’નો છે, તેમાં તે જજ છે. વીડિયોમાં માધુરી દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાનને યાદ કરીને રડી પડી.

એન્કર ભારતી સિંહ માધુરીને પૂછે છે કે, શું સરોજજી તમારા પર ક્યારેય ખીજાયા હતા? માધુરીએ કહ્યું, હા, તેઓ ખીજાયા છે. એકવાર તેઓ મને ખીજાયા હતા કારણકે ડિરેક્ટરના ઠપકાથી હું રડી પડી હતી. મારી આંખો રોવાને લીધે સોજી ગઈ હતી. સરોજજી એ મને રડતા જોઈ અને મારા પર ખીજાયા કે કેમ રડે છે? લાઈફમાં ક્યારેય રડવાનું નહીં. તેઓ હંમેશાં સેટ પર મારી હિંમત વધારતા હતા. તેઓ મારું ગુરુ હતા, તેમણે મને કેમેરા સામે કેવી રીતે પ્રેઝન્ટેબલ બનવું, એક્સપ્રેશન, ડાન્સ મુવમેન્ટ અને ડાન્સિંગ સ્કિલ નિખારવાની ઘણી ટિપ્સ આપી.

એક્ટ્રેસે કહ્યું, તેમનામાં મહિલા સશક્તિકરણની એક સાચી ઝલક હતી કારણકે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં મેલ કોરિયોગ્રાફર્સનો દબદબો હતો ત્યારે તેમણે પોતાની જગ્યા બનાવી હતી.

3 જુલાઈ, 2020ના રોજ દુનિયાને અલવિદા કહ્યું
સરોજ ખાન હવે આપણી વચ્ચે નથી. 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે સરોજ ખાનનું મૃત્યુ મુંબઈમાં થયું હતું.

40 વર્ષના કરિયરમાં સરોજ ખાને અંદાજે બે હજાર ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. તેમને ત્રણવાર નેશનલ અવોર્ડ જીત્યા હતાં. શ્રીદેવી, માધુરી દીક્ષિત સહિત બોલિવૂડની બિગ એક્ટ્રેસિસને કોરિયોગ્રાફ કરી હતી. આ ઉપરાંત સાઉથની અનેક ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી હતી.

અંતિમ ફિલ્મ માધુરીની સાથે
સરોખ ખાને અંતિમ ગીત ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘કલંક’ માટે કોરિયોગ્રાફ કર્યું હતું. આ ગીત ‘તબાહ હો ગયે’ હતું. આ ગીતમાં માધુરી દીક્ષિત જોવા મળી હતી.

ત્રણ વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ બન્યા હતાં
સરોજ ખાને 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ 50ના દાયકામાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા હતાં. 1974માં ‘ગીતા મેરા નામ’માં સ્વંતત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો. સરોજ ખાને પોતાની કરિયરમાં બે હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. આથી જ તેમને ‘મધર ઓફ ડાન્સ’ પણ કહેવામાં આવે છે.