તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાઈટલ મિસયુઝ વિવાદ:મધુર ભંડારકર ડિરેક્ટર કરન જોહરના ધર્મા પ્રોડક્શન પર ભડક્યો, કહ્યું- 5 નોટિસ મળ્યા બાદ પણ કોઈ જવાબ ના આપ્યો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઈટલ મિસયુઝ વિવાદમાં ફિલ્મમેકર મધુર ભંડારકરે ફરી એકવાર ધર્મા પ્રોડક્શનને આડેહાથ લીધું છે. મધુરે કહ્યું હતું કે 19 નવેમ્બરથી અત્યાર સુધી ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિયેશન (IMPPA) તરફથી 2, ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન એસોસિયેશન (IFTDA) તરફથી એક તથા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝ (FWICE) તરફથી 2 નોટિસ મોકલવામાં આવી છે. જોકે, ધર્માએ અત્યાર સુધી કોઈ પણ એસોસિયેશનને જવાબ આપ્યો નથી.

મધુરે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'અમારી ફિલ્મનું ટાઈટલ 'બોલિવૂડ વાઈવ્સ'ના દુરુપયોગ અંગે 19 નવેમ્બરથી અત્યાર સુધી ધર્મા પ્રોડક્શનને નોટિસ મોકલવામાં આવી. IMPPAમાંથી 2, IFTDAમાંથી 1 તથા FWICE તરફથી 2. તમામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઓફિશિયલ સંસ્થા છે. અત્યાર સુધી કોઈ પણ એસોસિયેશનને ધર્મા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.'

ફિલ્મ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ટાઈટલ આપ્યું નથી
આ પહેલાં 23 નવેમ્બરના રોજ મધુર ભંડારકરે ટ્વીટમાં કહ્યું હતું, 'ફિલ્મ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ ધર્મા પ્રોડક્શનને 'બોલિવૂડ વાઈવ્સ' ટાઈટલ આપવાની ના પાડી હતી. આનાથી ખબર પડે છે કે ધર્માએ અમારા ટાઈટલ 'બોલિવૂડ વાઈવ્સ'નો દુરુપયોગ કર્યો છે.'

કરનના શોનું ટ્રેલર આવ્યા બાદ વિવાદ વધ્યો
થોડાં સમય પહેલાં કરન જોહરના વેબ રિયાલિટી શો 'ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધુરે કરન પર તેની ફિલ્મ 'બોલિવૂડ વાઈવ્સ'નું ટાઈટલ ચોરી લીધું હોવાનો આક્ષેપ કર્યો હતો.

મધુર ભંડારકરે ટ્વીટ કરીને કહ્યું હતું, 'પ્રિય કરણ જોહર, તમે અને અપૂર્વ મેહતાએ મારી પાસે 'બોલિવૂડ વાઇવ્સ' ટાઈટલની માગ કરી હતી પણ મેં ના પાડી દીધી હતી કારણકે મારા પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ નૈતિક અને સૈદ્ધાંતિક રૂપે ખોટું છે કે તમે 'ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ'નો ઉપયોગ કરી લીધો. પ્લીઝ મારો પ્રોજેક્ટ ખરાબ ના કરો. હું તમને તમારું ટાઈટલ બદલવા વિનમ્ર અપીલ કરું છું.'

અન્ય સમાચારો પણ છે...