તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પલટવાર:લવીના લોધ પર મહેશ-મુકેશ ભટ્ટે એક કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો તો એક્ટ્રેસના પતિએ કહ્યું- હું મહેશ-મુકેશ ભટ્ટનો સંબંધી નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લવીનાએ 2010માં હિમેશ રેશમિયાની સાથે 'કજરારે' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પૂજા ભટ્ટે ડિરેક્ટ કરી હતી

એક્ટ્રેસ લવીના લોધના આક્ષેપો પર તેના પતિ સુમિત સભ્રવાલે ચોખવટી કરી હતી. સુમિતે ડ્રગ્સ લેવાનો તથા મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટના સંબંધી હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. સુમિતે પોતાના વકીલ ફૈઝ મર્ચન્ટના માધ્યમથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે લવીનાએ સુમિતને મહેશ તથા મુકેશ ભટ્ટનો ભાણેજ કહ્યો હતો.

'અમે અમારા ક્લાયન્ટ અંગે ચિંતિત'
સુમિતના વકીલે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'અમે અમારા ક્લાયન્ટ સુમિત સભ્રવાલ અંગે ચિંતિંત છીએ. ક્લાયન્ટથી અલગ થઈ ચૂકેલી પત્ની લવીનાએ પોતાના વીડિયોમાં જે દાવા કર્યા છે તે ખોટા છે. અમારા ક્લાયન્ટે ખેદ વ્યક્ત કરીને કહ્યું છે કે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટ જેવા સારા લોકોના નામ 2016થી અટકી પડેલા મેરિટલ ડિસ્પ્યૂટ કેસમાં લાવવામાં આવ્યા છે અને તેમનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે.'

ક્લાયન્ટ ભટ્ટ બ્રધર્સના સંબંધી નથી
વકીલે વધુમાં કહ્યું હતું, 'અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમારા ક્લાયન્ટ વિશેષ પ્રાઈવેટ લિમિટેડમાં કર્મચારી છે. તે મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટના સંબંધી નથી.' વકીલના મતે, આ કેસમાં મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટનું નામ ષડયંત્ર હેઠળ લેવામાં આવી રહ્યું છે. સુમિતનો આક્ષેપ છે કે લવીનાએ આ બધું ડિવોર્સ કેસમાં સેટલમેન્ટ કરાવવા માટે કર્યું છે.

લવીનાએ શું આક્ષેપો મૂક્યા હતા?
થોડાં દિવસ પહેલા લવીનાએ વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું, 'મેં મહેશ ભટ્ટના ભાણેજ સુમિત સભ્રવાલ સાથે લગ્ન કર્યા છે પરંતુ ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. સુમિત બોલિવૂડ એક્ટ્રેસિસ સપના પબ્બી તથા અમાયરા દસ્તુરને ડ્રગ્સ સપ્લાય કરે છે. આટલું જ નહીં તેના ફોનમાં અલગ-અલગ છોકરીઓની તસવીરો પણ છે. તે ડિરેક્ટર્સને છોકરીઓની તસવીર બતાવે છે અને પછી છોકરીઓ સપ્લાય કરે છે. મહેશ ભટ્ટ આ વાત સારી રીતે જાણે છે. મહેશ ભટ્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન છે. તેઓ આખી સિસ્ટમ ઓપરેટ કરે છે. જો તમે તેમના નિયમો માનો નહીં તો તેઓ તમારું જીવન દુષ્કર બનાવી દે છે. મહેશ ભટ્ટે અનેક લોકોનું જીવન બરબાદ કર્યું છે અને તેમને બેકાર બનાવી દીધા છે. તેમના એક ફોન કોલથી લોકો પોતાની નોકરી ગુમાવી દે છે. મેં જ્યારથી કેસ ફાઈલ કર્યો ત્યારથી તેઓ મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. એકવાર તો તેઓ મારા ઘરમાં આવ્યા હતા અને મને ઘરેથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ મારી ફરિયાદ લેતું નહોતું, અનેક પ્રયાસો બાદ મારી ફરિયાદ લેવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.'

મહેશ ભટ્ટ પહેલા જ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને આ વાત કહી હતી
મહેશ તથા મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ વિશેષ ફિલ્મ્સના લીગલ કાઉન્સિલ નાયક એન્ડ કંપનીએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું, 'લવીના લોધે એક વીડિયો રિલીઝ કર્યો છે. તેણે અમારા ક્લાયન્ટ મહેશ ભટ્ટ પર ખોટાં આક્ષેપો મૂક્યા છે. આ આક્ષેપો બદનક્ષીભર્યા છે અને કાયદામાં તેના ગંભીર પરિણામો પણ છે. અમારા ક્લાયન્ટ આ અંગે કાર્યવાહી કરશે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો