સલમાન ખાનના ડુપ્લીકેટ તરીકે જાણીતા આઝમ અંસારીને લખનઉ પોલીસે ધરપકડ કરી છે. આઝમ પર આક્ષેપ છે કે તેણે પબ્લિક પ્લેસમાં શાંતિ ભંગ કરી છે. આઝમ પોતાના સો.મીડિયા માટે રસ્તા પર ઊભા રહીને વીડિયો બનાવતો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં અંસારી લખનઉના રસ્તા પર શર્ટલેસ થઈને વીડિયો શૂટ કરતો હતો.
પબ્લિક પ્લેસ પર શાંતિ ભંગ કરવાનો આક્ષેપ
આઝમ લખનઉના ઘંટાઘર પાર્કની નજીક રસ્તા પર સલમાનના ગીત પર ડાન્સ કરતો હતો. લોકો ભેગા થઈ ગયા હતા અને તેના પર્ફોર્મન્સ પર તાળીઓ પાડી હતી. કેટલાંક લોકોએ આઝમની આ હરકત પર સવાલ કર્યો હતો. આમ લોકોની વચ્ચે દલીલો થવા લાગી હતી. થોડી વાર બાદ પોલીસ આવી હતી અને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને આઝમને શર્ટ પહેરવાનું કહ્યું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું, 'આઝમે શર્ટ પહેરવાની ના પાડી હતી અને આ જ કારણે લોકો રોષે ભરાયા હતા. જનતાએ આઝમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. અમે પબ્લિક પ્લેસમાં શાંતિ ભંગ કરવાના આક્ષેપ હેઠળ આઝમની ધરપકડ કરી હતી.'
આ પહેલાં પણ આઝમે રસ્તા પર ઊભા રહી વીડિયો બનાવ્યા છે
આઝમે ભૂતકાળમાં પણ ઘણીવાર રસ્તા વચ્ચે ઊભા રહીને વીડિયો બનાવ્યા છે. તે રેલવે સ્ટેશન તથા અન્ય પબ્લિક પ્લેસ પર વીડિયો બનાવતો જોવા મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.