બોલિવૂડ સેલેબ્સે આ વર્ષે દિવાળી પાર્ટી એન્જોય કરી હતી. આ વર્ષે ગ્રાન્ડ દિવાળી પાર્ટી તો નહોતી થઈ પરંતુ નિકટના મિત્રો ને પરિવાર સાથે બોલિવૂડે દિવાળી પાર્ટી સેલિબ્રેટ કરી હતી. કથિત પ્રેમી યુગલ વિકી કૌશલ તથા કેટરીના કૈફે પણ આરતી શેટ્ટીની પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર મનમોહન શેટ્ટીની દીકરી આરતી છે.
કેટરીનાનો સ્ટનિંગ અંદાજ
કેટરીના પિંક સાડીમાં સ્ટનિંગ લાગતી હતી. કેટરીના તથા વિકી અલગ અલગ કારમાં આવ્યા હતા. કેટરીના પાર્ટીમાં આવી અને તેની થોડીક જ સેકન્ડમાં વિકી કૌશલ પોતાની કારમાં આવ્યો હતો. બ્લૂ કૂર્તામાં વિકી કૌશલ હેન્ડસમ લાગતો હતો. લગ્નની ચર્ચા પહેલાં બંનેએ સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. સો.મીડિયામાં બંનેએ ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
ડિસેમ્બરમાં લગ્ન કરશે
ચર્ચા થઈ રહી છે કે બંને આ વર્ષે ડિસેમ્બરમાં જ લગ્ન કરશે. બંનેએ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના રિલેશન જાહેરમાં સ્વીકાર્યા નથી. વિકી કૌશલની ઉંમર 33 વર્ષની છે, જ્યારે કેટરીના 38ની છે. સૂત્રોના મતે, વિકી કૌશલ તથા કેટરીનાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. બંનેના વેડિંગ આઉટફિટ જાણીતી ફેશન ડિઝાઇનર સબ્યાસાચી તૈયાર કરી રહ્યા છે. કેટરીનાએ વેડિંગ આઉટફિટ માટેના કપડાં પસંદ કરી રહી છે. કેટરીનાએ રૉ સિલ્ક પસંદ કર્યું છે અને તે લહેંગો હશે. લગ્ન ડિસેમ્બરમાં યોજાશે.
કેટરીના તથા વિકી કૌશલ મુંબઈમાં લગ્ન કરવાનાં નથી, પરંતુ રાજસ્થાનમાં બાદશાહી ઠાઠ સાથે લગ્ન કરવાનાં છે. આ લગ્ન સવાઈ માધોપુરના 700 વર્ષ જૂના એક કિલ્લામાં યોજાશે. આ ફોર્ટનું નામ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા છે. 7થી 11 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરે એવી ચર્ચા છે. થોડાં દિવસ પહેલાં જ કેટરીનાની મમ્મી તથા બહેન ટ્રેડિશનલ કપડાં ખરીદતા જોવા મળ્યા હતા.
દિવાળી પાર્ટીમાં કેટ-વિકી....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.