સલમાન ખાનના ભાઈની લવ સ્ટોરી:સોહેલ ખાન માટે સીમા સચદેવ ઘરેથી ભાગી હતી, અડધી રાત્રે મૌલવીનું કિડનેપ કરીને નિકાહ કર્યા હતા

મુંબઈ8 દિવસ પહેલા

સોહેલ ખાન તથા સીમા સચદેવ લગ્નના 24 વર્ષ બાદ ડિવોર્સ લઈ રહ્યા છે. જોકે, તેઓ છેલ્લાં ઘણાં વર્ષથી અલગ રહે છે. સોહેલ ખાન એક્ટર સલમાન ખાનનો નાનો ભાઈ છે. જોકે, તે પિતા સલીમ ખાન તથા ભાઈ સલમાન ખાનની જેમ બોલિવૂડમાં સફળ થઈ શક્યો નથી. સોહેલ ખાનની પંજાબી યુવતી સીમા સચદેવ સાથેની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે. સોહેલ તથા સીમા અલગ ધર્મના હતા અને પરિવારના વિરોધ વચ્ચે બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા.

કેવી રીતે થઈ હતી પહેલી મુલાકાત?
સોહેલ તથા સીમાએ 15 માર્ચ, 1998માં લગ્ન કર્યા હતા. આ જ દિવસે સોહેલ ખાનની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. સીમા દિલ્હીની છે. ફેશન વર્લ્ડમાં કરિયર બનાવવા માટે સીમા દિલ્હીથી મુંબઈ આવી હતી. ચંકી પાંડેની એન્ગેજમેન્ટ પાર્ટીમાં સોહેલ તથા સીમા પહેલી જ વાર બંને એકબીજાને મળ્યા હતા. ચંકી પાંડે તથા સીમા સચદેવ સંબંધીઓ છે.

સીમાને જોતા જ સોહેલ ખાન તેને પ્રેમ કરવા લાગ્યા હતો.
સીમાને જોતા જ સોહેલ ખાન તેને પ્રેમ કરવા લાગ્યા હતો.

બે વિધિથી લગ્ન કર્યા
સીમા તથા સોહેલે બેવાર લગ્ન કર્યા છે. પહેલી વાર નિકાહ અને પછી આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો ને મિત્રો જ સામેલ રહ્યા હતા.

સીમાનો પરિવાર આ લગ્નના વિરોધમાં હતો
સીમાના પરિવારને સોહેલ ખાન સામે વાંધો હતો. સોહેલ ખાન મુસ્લિમ હોવાથી પરિવાર નહોતો ઈચ્છતો કે તેની સાથે લગ્ન કરે. સીમાના પરિવારે બંને વચ્ચે વાતચીત બંધ કરાવી દીધી હતી. જોકે, સીમા સોહેલ સાથે જ લગ્ન કરવા મક્કમ હતી. તે પોતાના ઘરેથી ભાગીને સોહેલ ખાન પાસે આવી હતી.

સીમા ખાન તથા સોહેલ ખાન છેલ્લાં કેટલાંક વર્ષોથી અલગ રહે છે.
સીમા ખાન તથા સોહેલ ખાન છેલ્લાં કેટલાંક વર્ષોથી અલગ રહે છે.

સોહેલ ખાન ગેલેક્સી અપાર્ટમેન્ટ લઈને આવ્યો
સોહેલ ખાન સીમાને લઈને ગેલેક્સી અપાર્ટમેન્ટ આવ્યો હતો. અહીંયા સલીમ ખાન ભરઊંઘમાં હતા. જ્યારે તેમને ખબર પડી કે સીમા ઘરે આવી છે તો તેમણે તરત જ કહ્યું હતું કે આ રીતે તે સીમાને ઘરમાં રાખી શકે નહીં. બંનેના તાત્કાલિક લગ્ન કરાવવા પડશે. રાતના સાડા ત્રણ વાગે મૌલવીને શોધવાની શરૂઆત થઈ હતી. સોહેલના મિત્રો મુંબઈમાં મૌલવીને શોધવા નીકળ્યા હતા.

મિત્રો મૌલવીને ઉઠાવીને લાવ્યા
ગેલેક્સી અપાર્ટમેન્ટની નજીકમાં આવેલા મસ્જિદમાં એક મૌલવી બહાર ફરતા જોવા મળ્યા હતા. મિત્રો ત્યાંથી જ મૌલવીને ઉઠાવીને લઈ આવ્યા હતા. મૌલવીને એવું લાગ્યું કે તેમને કિડનેપ કરીને આ રીતે લઈ જવામાં આવ્યા છે. આ વાત તેમને બિલકુલ પસંદ આવી નહોતી. તે ગુસ્સામાં હતા. જ્યારે તે ગેલેક્સી પહોંચ્યા તો દરવાજા આગળ જ દુલ્હન ને વરરાજા બેઠા હતા. મૌલવીનો ગુસ્સો હજી પણ ઓછો થયો નહોતો, પરંતુ ત્યાં જ તેમણે સલીમ ખાનને જોયા હતા. સલીમ ખાનને જોતા જ મૌલવીના ચહેરા પર હાસ્ય આવી ગયું હતું અને તે બોલ્યા હતા કે આવી હરકત માત્રને માત્ર સલીમ ખાનના દીકરા જ કરી શકે.

સલીમ ખાન પત્ની તથા ચાર બાળકો સાથે.
સલીમ ખાન પત્ની તથા ચાર બાળકો સાથે.

આ જ મૌલવીએ સલીમ ખાનના લગ્ન કરાવ્યા હતા
મૌલવીએ નિકાહ બાદ કહ્યું હતું કે તેમણે જ સલીમ ખાન તથા સુશીલા ચરક (સલમા ખાન)ના નિકાહ કરાવ્યા હતા. નિકાહ બાદ સુશીલાનું નામ બદલીને સલમા કરવામાં આવ્યા હતા. સલીમ તથા સલમાને ત્રણ દીકરાઓ (સલમાન, અરબાઝ તથા સોહેલ) તથા દીકરી અલવિરા છે. સલીમ ખાનના પિતા તથા સુશીલાના પિતા આ લગ્નના વિરોધમાં હતા. આથી જ સલીમ ખાન મસ્જિદમાં નમાઝ માટે જતા મૌલવીને પકડીને લાવ્યા હતા અને સુશીલા સાથે નિકાહ કર્યા હતા.

બંને દીકરાઓ સાથે સોહેલ-સીમા.
બંને દીકરાઓ સાથે સોહેલ-સીમા.

નિકાહ બાદ આર્ય સમાજમાં લગ્ન કર્યા
નિકાહ બાદ સોહેલ તથા સીમાએ પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. સીમા ખાન ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે. સોહેલ ખાન એક્ટિંગને બદલે પ્રોડક્શન તથા ડિરેક્શન પર ફોકસ કરે છે. બંનેને બે સંતાનો નિર્વાણ તથા યોહાન છે.