મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ:NCBના સાક્ષી અને આર્યન ખાન સાથે સેલ્ફી લેનારા કેપી ગોસાવી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ, દેશ છોડીને જઈ શકશે નહીં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ જૂના કેસમાં પુના પોલીસે લુકઆઉટ નોટિસ રિલીઝ કરી

NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. આ સમયે એજન્સી સાથે સાક્ષી તરીકે કેપી ગોસાવી નામની વ્યક્તિ હતો. આ વ્યક્તિએ NCBની ઓફિસમાં આર્યન ખાન સાથે સેલ્ફી પણ ક્લિક કરી હતી. હવે કેપી ગોસાવી વિરુદ્ધ પુનાની પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. લુકઆઉટ નોટિસને કારણે કેપી ગોસાવી દેશ બહાર જઈ શકશે નહીં. દેશના તમામ એરપોર્ટ પર અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શું કહ્યું પુનાના પોલીસ કમિશ્નરે?
પુનાના પોલીસ કમિશ્નર અમિતાભ ગુપ્તાએ કહ્યું હતું, 'અમે કેપી ગોસાવી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાઠી છે. 2018માં ફરસખાના પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો છે અને ત્યારથી તે આ કેસમાં ફરાર છે.'

બીજી ઓક્ટોબરે NCB ઓફિસની બહાર કેપી ગોસાવી તથા આર્યન ખાન
બીજી ઓક્ટોબરે NCB ઓફિસની બહાર કેપી ગોસાવી તથા આર્યન ખાન

પોલીસના મતે, ગોસાવી પર મલેશિયામાં નોકરીની લાલચ આપીને પુનાની એક વ્યક્તિ સાછે છેતરપિંડી કરીને 3 લાખ રૂપિયા પડાવ્યા હતા.

શું છે પૂરો કેસ?
ગોસાવી વિરુદ્ધ હિન્મય દેશમુખે 2018માં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે દેશમુખે ગોસાવીનો સંપર્ક કર્યો હતો. ગોસાવીએ સો.મીડિયામાં મલેશિયમાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા હોવાની જાહેરાત મૂકી હતી. ગોસાવીએ મલેશિયામાં નોકરી આપવાનું વચન આપીને 3.09 લાખની માગણી કરી હતી. હિન્મયે હપ્તેથી આ રૂપિયા લીધા હતા, પરંતુ ગોસાવીએ નોકરી અપાવી નહીં. જ્યારે હિન્મયે પૈસા પરત માગ્યો તો તે પણ આપ્યા નહીં. હિન્મયે ગોસાવી વિરુદ્ધ 2018માં કલમ 420 (છેતરપિંડી) સહિત વિવિધ કલમ હેઠળ કેસ કર્યો હતો.