'લૉક અપ'નું ગ્રાન્ડ પ્રીમિયર:કંગના રનૌતને પૂર્વ પ્રેમી યાદ આવ્યો, શોમાં હૃતિક રોશનની છઠ્ઠી આંગળીની ઠેકડી ઉડાવી

મુંબઈ9 મહિનો પહેલા
  • કંગનાનો શો 27 ફેબ્રુઆરીથી શરૂ થયો છે

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત 'લૉક અપ'ને હોસ્ટ કરી રહી છે. જોકે, કંગના અને વિવાદ એક સિક્કાની બે બાજુ છે. કંગના તથા હૃતિકનો વિવાદ જગજાહેર છે. આ બંનેનો વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. શોના ઓપનિંગમાં કંગનાએ હૃતિકનું નામ લીધા વગર ઘણું બધું કહી દીધું હતું.

ગ્રાન્ડ પ્રીમિયરમાં કંગનાએ કહી આ વાત
શોના પ્રીમિયરમાં કંગનાએ કહ્યું હતું, 'બહારની દુનિયા પૂરી રીતે ખળભળી ગઈ છે કે કંગના રિયાલિટી શો કરી રહી છે. કોની કોની પોલ ખોલશે. લોકો ડરી ગયા છે. હાથ-પગ ધ્રુજી રહ્યા છે. જે લોકોએ મારી સાથે પાંચ-પાંચ વર્ષથી વાત નહોતી કરી તે લોકોના ફોન આવી રહ્યા છે. ગિફ્ટ્સ મોકલે છે. મને પંપાળવાનો પ્રયાસ કરે છે કે ક્યાંક હું તેમની પોલ ના ખોલી દઉં. લોકો પાંચ આંગળીઓ ભેગી કરીને હાથ જોડે છે. જોકે, છ આંગળીવાળા પણ ડરી ગયા છે, પરંતુ હાથ હજી સુધી જોડ્યા નથી. હવે તો જે થશે એ થશે જ, કારણ હવે હવે હાથ જોડે કે પગ પડે, થશે તો એ જ જે હું ઈચ્છું છું.'

કંગનાના આ શોની તુલના સલમાનના શો 'બિગ બોસ' સાથે કરવામાં આવી છે
કંગનાના આ શોની તુલના સલમાનના શો 'બિગ બોસ' સાથે કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે હૃતિકને હાથમાં છ આંગળીઓ છે અને કંગનાએ નામ લીધા વગર એક્ટરની વાત કરી હતી. નોંધનીય છે કે ફિલ્મ 'ક્રિશ'ના શૂટિંગ દરમિયાન કંગના તથા હૃતિક વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ હતી. કંગનાએ એક શોમાં હૃતિકને તેને સિલી બોયફ્રેન્ડ ગણાવ્યો હતો. બંને વચ્ચે લીગલ કાર્યવાહી પણ થઈ હતી.

કેટરીના કૈફને પણ આડેહાથ લીધી
શોમાં રવિના ટંડન એક દિવસ માટે જેલર બની છે. સ્ટેજ પર કંગના તથા રવિના સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન કંગનાએ કહ્યું હતું, 'તમારા 'ટિપ ટિપ બરસા..' ગીતના કોઈ ગમે તેટલા રિમિક્સ કરે, પરંતુ તમારી સામે તો એ વામણાં જ છે.' ઉલ્લેખનીય છે કે 'સૂર્યવંશી'માં આ રિમિક્સ ગીતમાં કેટરીના જોવા મળી હતી. 1994માં ફિલ્મ 'મોહરા'માં રવિના તથા અક્ષય આ ગીતમાં જોવા મળ્યાં હતાં. રવિનાએ કંગનાના વખાણ કરતાં કહ્યું હતું કે કંગના વાતોથી લોકોને થપ્પડ મારવાનું કામ કરી રહી છે.

14 સ્પર્ધકો 72 દિવસ જેલમાં બંધ રહેશે
શોમાં મુનવ્વર ફારુકી, સુનીલ પાલ, ચક્રપાણિ મહારાજ, સાયશા શિંદે, પૂનમ પાંડે, બબીતા ફોગટ, સારા ખાન, સિદ્ધાર્થ શર્મા, શિવમ શર્મા, અંજલિ અરોરા, નિશા રાવલ, તેહસીન પૂનાવાલા, પાયલ રોહતગી તથા કરનવીર બોહરા 72 દિવસ સુધી જેલમાં બંધ રહેશે. આ શો ઑલ્ટ બાલાજી તથા MX પ્લેયર પર ટેલિકાસ્ટ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...