તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ સફર:મમ્મીએ ધ્રૂજતા હાથે રડતાં રડતાં દીકરા સિદ્ધાર્થ શુક્લાને મુખાગ્નિ આપ્યો, દરેકની આંખો ભીની થઈ

મુંબઈ17 દિવસ પહેલા
સ્મશાનમાં સિદ્ધાર્થ શુક્લાની માતા તથા પંચતત્ત્વમાં વિલીન થયો સિદ્ધાર્થનો પાર્થિવદેહ.
  • સિદ્ધાર્થ શુક્લાના અંતિમસંસ્કારની પૂજામાં પ્રેમિકા શેહનાઝ ગિલ પણ બેઠી હતી

40ની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડાદસ વાગે કૂપર હોસ્પિટલે આ એક્ટરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડૉક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાડાત્રણ વાગે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું. સિદ્ધાર્થના અંતિમસંસ્કાર 3 સપ્ટેમ્બરના રોજ અઢીથી પોણાત્રણની આસપાસ ઓશિવારા સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારની પૂજામાં શેહનાઝ ગિલ પણ બેઠી હતી. તેણે પણ અંતિમ પૂજા કરી હતી.

બ્રહ્માકુમારી સમાજની વિધિથી અંતિમસંસ્કાર
કૂપર હોસ્પિટલે એક વાગ્યાની આસપાસ સિદ્ધાર્થનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી જ ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો. અહીં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકોએ પોતાના રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યા હતા. સિદ્ધાર્થ શુક્લાની માતા રીટા શુક્લાએ મુખાગ્નિ આપ્યો હતો. આ સમયે દરેકની આંખો રડી પડી હતી. ઉલ્લેખનીય છે કે આ જ સ્મશાનમાં 'બાલિકાવધૂ' ફૅમ પ્રત્યુષા બેનર્જીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

અંતિમ પૂજા દરમિયાન શેહનાઝ ગિલ.
અંતિમ પૂજા દરમિયાન શેહનાઝ ગિલ.

સ્મશાનઘાટમાં આ સેલેબ્સ જોવા મળ્યા
સિદ્ધાર્થ શુક્લાના અંતિમસંસ્કારમાં એક્ટ્રેસ દલજિત કૌર, સંભાવના સેઠ, એક્ટર કરન વી ગ્રોવર, રાહુલ મહાજન, અસિમ રિયાઝ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

ઓશિવારા સ્મશાન ઘાટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઓશિવારા સ્મશાન ઘાટમાં ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી અને આ જ કારણે પોલીસ-બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો હતો.

પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવ્યો
કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુંબઈ પોલીસને આજે (3 સપ્ટેમ્બર)એ સવારે આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર 5 ડૉક્ટર્સની સિગ્નેચર છે. કૂપર હોસ્પિટલના 3 એક્સપર્ટ ડૉક્ટરે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કર્યું હતું અને તેમણે પોતાના ફાઇનલ રિપોર્ટમાં મોતનું કારણ જણાવ્યું નથી. સૂત્રોના મતે, રિપોર્ટમાં સિદ્ધાર્થના શરીર પર કોઈપણ જાતની એક્સટર્નલ ઈજાનાં નિશાન જોવા મળ્યાં નહોતાં. મુંબઈ પોલીસ ફોરેન્સિક રિપોર્ટ તથા કેમિકલ એનાલિસિસ પછી જ કોઈ નિષ્કર્ષ પર પહોંચેશે. સૂત્રોના મતે, વિસેરા સેમ્પલ કલીના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આપશે. આ રિપાર્ટ આવતા 20-25 દિવસનો સમય થશે. એટલે કે હવે માત્ર વિસેરા રિપોર્ટ પરથી જ મોતનું સાચું કારણ જાણવા મળશે.

અંતિમસંસ્કાર પહેલાં ટીવી સેલેબ્સ સિદ્ધાર્થના ઘરે ગયા હતા

સિદ્ધાર્થના ઘરે અંતિમ દર્શનાર્થે આવેલો અર્જુન બિજલાણી
સિદ્ધાર્થના ઘરે અંતિમ દર્શનાર્થે આવેલો અર્જુન બિજલાણી
સિદ્ધાર્થના ઘરે અંતિમ દર્શનાર્થ માટે આવેલો અસીમ રિયાઝ.
સિદ્ધાર્થના ઘરે અંતિમ દર્શનાર્થ માટે આવેલો અસીમ રિયાઝ.
હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સને ફૂલોથી સજાવવામાં આવી હતી.
હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સને ફૂલોથી સજાવવામાં આવી હતી.
કૂપર હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવદેહને ઘરે લઈ ગયા હતા.
કૂપર હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવદેહને ઘરે લઈ ગયા હતા.
ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડ્યા હતા.
ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડ્યા હતા.
બીજી સપ્ટેમ્બર કરતાં આજે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરે પોલીસ બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે.
બીજી સપ્ટેમ્બર કરતાં આજે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરે પોલીસ બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે.
સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ પહેલા ઘરે લાવવામાં આવશે, તેવી ચર્ચા હતી.
સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ પહેલા ઘરે લાવવામાં આવશે, તેવી ચર્ચા હતી.
હોસ્પિટલની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
હોસ્પિટલની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.

મૃત્યુ પહેલાં સિદ્ધાર્થનું રૂટિન કેવું હતું?
મૃત્યુના એક દિવસ પહેલાં સિદ્ધાર્થ શુક્લાની મૂવમેન્ટ અન્ય દિવસો કરતાં અલગ હતી. તે પોતાના ઘરે જ માતા સાથે ડિનર કરતો હતો. બુધવારની રાતે તેણે ડિનર નહોતું કર્યું. માત્ર છાશ પીધી અને અમુક ફ્રૂટ્સ ખાધા હતા. એ પછી ત્રણ કલાક ટીવી અને મોબાઈલ ફોન પર શોઝ જોયા. રાત્રે અઢી વાગ્યે માતા પાસેથી પાણી માગ્યું અને પછી સૂવા ચાલ્યો ગયો. સવારે 7 વાગે માતા રીટાએ જોયું કે સિદ્ધાર્થ ઊંઘો સૂતો હતો. થોડા સમય પછી તેને ગભરામણ થતાં માતાએ ડૉક્ટરને બોલાવ્યા.

સેલેબ્સ ઘર તથા હોસ્પિટલ આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થના આકસ્મિક અવસાનના સમાચાર મળતાં જ ટીવી તથા બોલિવૂડ સેલેબ્સ કૂપર હોસ્પિટલ તથા ઘરે આવ્યા હતા, જેમાં વરુણ ધવન, રાજકુમાર રાવ, સંભાવના સેઠ, રશ્મિ દેસાઈ, ગૌહર ખાન, ગુરમીત ચૌધરી, દેવોલીના ભટ્ટાચાર્ય, વિકાસ ગુપ્તા, અસીમ રિયાઝ, આરતી સિંહ, શેફાલી જરીવાલ સહિતના સેલેબ્સ સામેલ હતાં.

ગુરમીત ચૌધરી, ગૌહર ખાન, મનીષ પોલ.
ગુરમીત ચૌધરી, ગૌહર ખાન, મનીષ પોલ.

સો.મીડિયામાં અનેક સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી
સો.મીડિયામાં અક્ષય કુમારથી લઈ ક્રિતી સેનન, સોનમ કપૂર, સુનીલ શેટ્ટી, અજય દેવગન, જેક્લિન ફર્નાન્ડિઝ સહિતના અનેક સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો.