તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે હારી બહાદુર યુવતી:વાઇરલ વીડિયોમાં 'લવ યુ ઝિંદગી' સાંભળતી જોવા મળેલી 30 વર્ષીય યુવતીનું મોત, સોનુ સૂદ ભાંગી પડ્યો

મુંબઈ4 મહિનો પહેલા
  • 8 મેના રોજ ડૉક્ટરે આ યુવતીનો વીડિયો સો.મીડિયામાં પોસ્ટ કર્યો હતો
  • ડૉક્ટરે જ યુવતીના મોતના સમાચાર શૅર કર્યા હતા

કોરોનાકાળમાં સોનુ સૂદ સતત મદદ કરતો જોવા મળે છે. હાલમાં જ 30 વર્ષીય કોરોનાગ્રસ્ત યુવતીના અવસાન પર એક્ટરે શોક પ્રગટ કર્યો હતો. આ યુવતીનો થોડા સમય પહેલાં જ એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં તે 'લવ યુ જિંદગી' ગીત સાંભળતી જોવા મળી હતી. સોનુએ ભાવુક થઈને કહ્યું હતું, 'ઘણું જ દુઃખદ. તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તે હવે ક્યારેય પોતાના પરિવારને જોઈ શકશે નહીં. જીવન ઘણું જ અનફેર છે. કેટલા જીવન, જે જીવવાના હકદાર હતા તે આપણે ગુમાવી ચૂક્યા છીએ. આપણું જીવન ભલે ગમે તેટલું સામન્ય થઈ જાય, પરંતુ આ સમયમાંથી આપણે ક્યારેય બહાર આવી શકીશું નહીં.

હોસ્પિટલનાં ડૉક્ટરે વીડિયો શૅર કર્યો હતો
8 મેના રોજ યુવતીનો વીડિયો સો.મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલની ડૉ. મોનિકા લંગેએ પોતાના સો.મીડિયા હેન્ડલ પર વીડિયો શૅર કરતાં કહ્યું હતું, 'આ માત્ર 30 વર્ષની છે. તેને ICU બેડ મળ્યું નથી. અમે છેલ્લા 10 દિવસથી કોવિડ ઈમર્જન્સી મેનેજ કરી રહ્યા છીએ. તે NIV સપોર્ટ પર છે. રેમડેસિવર તથા પ્લાઝમા થેરપી અપાઈ ચૂકી છે. તે ઘણી જ સ્ટ્રોંગ યુવતી છે. તેણે સંગીત વગાડવવાનું કહ્યું હતું અને મેં તેને પરવાનગી આપી દીધી. શીખઃ ક્યારેય હિંમત ના હારો. આશા અમર છે.'

ડૉક્ટરે જ યુવતીના મોતના સમાચાર આપ્યા
14 મેના રોજ ડૉ. મોનિકાએ જ સો.મીડિયામાં યુવતીના મોતની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું, 'મને દુઃખ છે. આપણે તે સાહસી આત્માને ગુમાવી દીધી. ઓમ શાંતિ. પ્લીઝ, તેનો પરિવાર તથા બાળક આ દુઃખમાંથી બહાર આવે એવી પ્રાર્થના કરજો.'

6 દિવસ પહેલાં ભારતીના મોતથી સોનુ સૂદ ભાંગી પડ્યો હતો

છ દિવસ પહેલાં સોનુ સૂદને નાગપુરની ભારતીના મોતથી આઘાત લાગ્યો હતો. સોનુએ જ ભારતીને એરલિફ્ટ કરીને હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરી હતી. સોનુએ 30 વર્ષીય ભારતીના મોત પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું, 'રેસ્ટ ઈન પાવર માય ડિયર ભારતી. ગયા મહિને તું ECMO (એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન) મશીન પણ સિંહણની જેમ લડતી હતી. ભલે હું તને ના મળ્યો, પરંતુ મારા દિલમાં તારા માટે ખાસ જગ્યા રહેશે. તારા પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું જલદીથી તેમને મળીશ. જીવન ઘણીબધી બાબતોમાં અનફેર હોય છે.'