અક્ષયકુમાર અને અજય દેવગન OTT પર છવાયા:2022માં બંનેની ફિલ્મ અને સિરીઝને સૌથી વધુ જોવામાં આવી, હાઈએસ્ટ વ્યૂઝ વાળા શોનું લિસ્ટ આઉટ

22 દિવસ પહેલા

2023ની શાનદાર શરૂઆત થઇ ગઈ છે, પરંતુ 2022માં ઘણી ફિલ્મો અને સિરીઝ રીલિઝ થઇ હતી. Ormax એ 2022માં OTT પર સૌથી વધુ જોવાયેલી સિરીઝ અને મૂવીઝની યાદી બહાર પાડી છે. ફિલ્મોમાં અક્ષય કુમારની કઠટપુતલી પ્રથમ ક્રમે છે જ્યારે વેબ સિરીઝમાં અજય દેવગનની રુદ્ર ધ એજ ઓફ ડાર્કનેસ સૌથી વધુ વખત જોવામાં આવી છે.

આ સિવાય યામી ગૌતમની ફિલ્મ એ થર્સડે બીજા નંબર પર છે, જ્યારે સિરીઝની વાત કરવામાં આવે તો બોબી દેઓલની આશ્રમ સીઝન 3 બીજા નંબર પર છે. આ લિસ્ટમાં ગોવિંદા નામ મેરા, પંચાયત અને ગહરાઈયા જેવા શો અને ફિલ્મોના નામ પણ છે.

ઓરમેક્સ દર વર્ષે રીલિઝ કરે છે રિપોર્ટ
ઓરમેક્સનો રિપોર્ટ સમગ્ર ભારતમાં તમામ OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલા વેબ શો અને મૂવીનો છે. આ એક અંદાજિત આંકડો છે. જો કોઈ દર્શક ઓછામાં ઓછા 30 મિનિટનો કોઈપણ એક એપિસોડ અથવા મૂવી જુએ છે, તો તેના આધારે આ ડેટા કાઢવામાં આવે છે.

ઓરમેક્સ દર વર્ષે આ રિપોર્ટ બહાર પાડે છે. ઓરમેક્સે 2022માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલા તમામ વેબ શો અને મૂવીઝની યાદી બહાર પાડી છે.

તમિલ ફિલ્ની હિન્દી રીમેક છે કઠપુતલી
અક્ષય કુમારની હિન્દી રિમેક હતી કઠપુતલી એ તમિલ સુપરહિટ ફિલ્મ 'રાતાસન'ની ઓફિશિયલ હિન્દી રિમેક હતી. તે રણજિત એમ. તિવારી દ્વારા દિગ્દર્શિત સાયકો થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત કુલ પ્રીત સિંહ અને સરગુન મહેતા પણ મહત્વના રોલમાં હતા.

આ ફિલ્મ 2 સપ્ટેમ્બર 2022 ના રોજ Disney+Hotstar પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. ફિલ્મને IMDB પર 6.0 રેટિંગ મળ્યું છે. આ ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અક્ષયે આ ફિલ્મ દ્વારા ઓટીટી ડેબ્યૂ કર્યું હતું. કથપુતલી આ વર્ષે OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ છે. બોક્સ ઓફિસની સાથે સાથે અક્ષયે OTT પર પણ જોરદાર ટક્કર આપી છે.

અજય દેવગનની એક્ટિંગની પણ પ્રસંશા કરવામાં આવી અજય દેવગનની સિરીઝ રુદ્ર - ધ એજ ઓફ ડાર્કનેસ 4 માર્ચ, 2022 ના રોજ Disney + Hotstar પર રિલીઝ કરવામાં આવી હતી. આ ક્રાઈમ થ્રિલર સિરીઝ રુદ્રમાં અજયે ડીસીપી રુદ્રવીર સિંહની દમદાર ભૂમિકા ભજવી હતી.આ સિરીઝમાં રાશિ ખન્નાની પણ મહત્વની ભૂમિકા હતી.

ફિલ્મની વાર્તા ભલે થોડી ડલ હતી, પરંતુ અજય દેવગનની એક્ટિંગની ખૂબ ચર્ચા થઈ હતી. આ જ કારણ છે કે આ સીરિઝને પંચાયત અને ક્રિમિનલ જસ્ટિસ જેવી આ વર્ષની લોકપ્રિય સિરીઝ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે. અજય દેવગને આ સિરીઝ દ્વારા OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું.