તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની લાઇન પ્રોડ્યૂસર સરાહનાએ આત્મહત્યા કરી, અનુપમ ખેરે છેલ્લો મેસેજ શૅર કર્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અપકમિંગ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની લાઇન પ્રોડ્યૂસર સરાહનાએ આત્મહત્યા કરી છે. આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરનાર અનુપમ ખેરે આ અંગે સો.મીડિયામાં વાત કરી હતી. તેમણે સરાહાનાની તસવીર શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ગયા વર્ષે સરાહનાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો
અનુપમ ખેરે કહ્યું હતું, 'આ સરાહના છે. તેણે 'કાશ્મીર ફાઇલ્સ'માં લાઇન પ્રોડ્યૂસર તરીકે કામ કર્યું હતું. હું જ્યારે દેહરાદૂન તથા મસૂરીમાં શૂટિંગ કરતો હતો ત્યારે ગયા વર્ષે 22 ડિસેમ્બરે તેનો જન્મદિવસ સેટ પર સેલિબ્રેટ કર્યો હતો. શૂટિંગ બાદ લૉકડાઉનને કારણે તે પોતાના હોમટાઉન અલીગઢ જતી રહી હતી. તે ઘણી જ હોશિયાર, મદદગાર તથા પોતાના કામમાં બેસ્ટ હતી.'

હાલમાં જ વાત કરી હતી
અનુપમે આગળ કહ્યું હતું, થોડાં દિવસ પહેલાં તેણે મારી માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે મેસેજ કર્યો હતો. મે ફોન કર્યો હતો. તે એકદમ ઠીક લાગતી હતી. જોકે, આજે મને તેના ફોનથી મેસેજ મળ્યો અને હું એકદમ દુઃખી થઈ ગયો. મેસેજમાં લખ્યું હતું, 'સરાહનાનું 30 જૂનના રોજ અવસાન થયું, તેણે ફાંસી લગાવી હતી.' મેં તેની સુધબુધ ખોયેલી માતા સાથે વાત કરી. હું સરાહનાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરું છું.'

સરાહના ડિપ્રેશનમાં હતી
અનુપમે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'ડિપ્રેશન, આજની યંગ જનરેશનને ઘણી હદ સુધી અસર કરી રહ્યું છે. આશા છે કે તેની માતા તથા ભાઈને આ દુઃખની ઘડીનો સામનો કરવાની ભગવાન શક્તિ આપે. બહુ જ દુઃખદ. ઓમ શાંતિ.'

સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી
અનુપમ ખેરની પોસ્ટ પર સેલેબ્સ તથા યુઝર્સે શોક વ્યક્ત કર્યો હતો. ફિલ્મમેકર અશોક પંડિતે કહ્યું હતું, 'હું નિશબ્દ છું. મને યાદ છે કે તમે એકવાર આના વિશે વાત કરી હતી. ઓમ શાંતિ.' વર્ધન પુરીએ કહ્યું હતું, 'શોકિંગ ન્યૂઝ, અનુપમસર. ભગવાન તેની આત્માને શાંતિ આપે.' સોની રાઝદાને કહ્યું હતું, 'ઓહ નો. બહુ જ દુઃખદ સમાચાર.'

ઉલ્લેખનીય છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી તથા અનુપમ ખેર છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મ કાશ્મીરી હિંદુઓ પર આધારિત છે.