સેલેબ લાઈફ:વિરાટ કોહલીની જેમ ઉર્વશી રાઉતેલા પણ બ્લેક વોટર પીવે છે, ફિટ રહેવા પ્રતિ લીટર 3000 રૂપિયા ખર્ચે છે

મુંબઈ7 મહિનો પહેલા
  • ઉર્વશીના હાથમાં બ્લેક વોટરની બોટલ જોતા અનેક ચાહકોને નવાઈ લાગી હતી

એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેના હાથમાં બ્લેક લિક્વિડ ફિલ્ડ વોટર બોટલ જોવા મળી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, ઉર્વશીના હાથમાં બ્લેક વોટર બોટલ હતી. બ્લેક વોટરની સામાન્ય રીતે કિંમત 3થી 4 હજાર રૂપિયા પ્રતિ લીટર હોય છે. ઉર્વશી પોતાને ફિટ રાખવા માટે બ્લેક વોટર પીવે છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ બ્લેક વોટર પીવે છે.

મુંબઈ એરપોર્ટ પર ઉર્વશી રાઉતેલા

મુંબઈ એરપોર્ટ પર ઉર્વશીએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા
મુંબઈ એરપોર્ટ પર ઉર્વશીએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા
ઉર્વશી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે
ઉર્વશી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે

બ્લેક વોટરની ખાસિયત શું છે?
ઉર્વશી રાઉતેલાના હાથમાં જે પાણીની બોટલ છે, તેમાં નેચરલ અલ્કલાઇન વોટર હોય છે. આ પાણી હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. બ્લેક વોટરની PH વેલ્યૂ ઘણી જ હાઇ હોય છે. કોવિડ 19 દરમિયાન વિરાટ કોહલી સહિત ઘણાં સેલેબ્સે બ્લેક વોટર પીવાનું શરૂ કર્યું છે, જેથી ઇમ્યુનિટી વધારી શકાય અને ફિટ રહેવાય.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી વેબ સિરીઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિરીઝના ડિરેક્ટર નીરજ પાઠક છે. સિરીઝમાં તે રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. આ ઉપરાંત ઉર્વશી ઈજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે 'બ્લેક રોઝ'માં જોવા મળશે. આ ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મ 'થિરુટ્ટૂ પાયલે 2'ની હિંદી રીમેકમાં પણ કામ કરશે.

હાલમાં જ ઉર્વશીનો યો યો હની સિંહ સાથેની ડાન્સ વાઇરલ થયો
ઉર્વશી હાલમાં પોતાના વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયોમાં ઉર્વશી યો યો હની સિંહ સાથે જોવા મળે છે. આ વીડિયોમાં ઉર્વશીએ ઉત્સાહમાં આવીને પોતાના ડ્રેસની સ્લીવ ફેંકી હતી. આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો.

મિસ યુનિવર્સની સ્પર્ધા દરમિયાન ઉર્વશી
મિસ યુનિવર્સની સ્પર્ધા દરમિયાન ઉર્વશી

2013માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું
25 ફેબ્રુઆરી, 1994માં જન્મેલી ઉર્વશી 2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં જોવા મળી હતી. આ સ્પર્ધામાં તે મિસ દિવા યુનિવર્સ 2015નો ખિતાબ જીતી હતી. ઉર્વશીએ 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'હેટ સ્ટોરી 4', 'પાગલપંતી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. ઉર્વશીએ ઘણાં મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. હાલમાં જે 'એક લડકી ભીગી ભાગી'ને કારણે ચર્ચામાં છે.