'બાદશાહ'ને ઝટકો:દીકરાની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં લર્નિંગ એપ BYJU'Sએ શાહરુખ ખાનની તમામ એડ અટકાવી દીધી

મુંબઈ7 દિવસ પહેલા
  • BYJU'Sએ પ્રી-બુકિંગ હોવા છતાં જાહેરાત રિલીઝ કરી નથી
  • શાહરુખ ખાનની 378 કરોડની બ્રાન્ડ વૅલ્યુ છે

એજ્યુકેશન લર્નિગ એપ BYJU'Sએ બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની તમામ એડ અટકાવી દીધી છે. પ્રી-બુકિંગ હોવા છતાંય એડ રિલીઝ કરવામાં આવી નથી. આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ શાહરુખ માટે આ મોટો ઝટકો છે. શાહરુખની સ્પોન્સરશિપ ડીલ્સમાંથી BYJU'S સૌથી મોટી બ્રાન્ડ હતી.

સો.મીડિયામાં વિવાદ થયા બાદ આ પગલું ભર્યું
ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં જ સો.મીડિયા યુઝર્સે BYJU'Sને શાહરુખના બ્રાન્ડ-એમ્બેસેડર સામે સવાલ કર્યો હતો. યુઝર્સે સવાલ કર્યો હતો કે જે પોતાના દીકરાને સાચવી નથી શકતો તે બીજાના બાળકને શું સાચવવાનો. સો.મીડિયામાં વિવાદ થતાં શાહરુખ ખાનની એડ હાલ પૂરતી અટકાવવી દેવામાં આવી છે.

સો.મીડિયામાં યુઝર્સે BYJU'Sને ફરી વિચાર કરવાની વાત કરી હતી

BYJU'S વર્ષે ત્રણથી ચાર કરોડ આપે છે
શાહરુખ ખાન 2017થી આ બ્રાન્ડ સાથે જોડાયેલો છે. કંપની દર વર્ષે બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે ત્રણથી ચાર કરોડ રૂપિયા આપે છે.

Paytm બાદ બીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ BYJU'S
બાયજૂ રવીન્દ્રનના એજ્યુટેક સ્ટાર્ટઅપ બાયજૂસ ડેકાકોર્ન ક્લબમાં સામેલ છે. 10 અબજ ડોલરનું વેલ્યુએશન મેળવનાર સ્ટાર્ટઅપને ડેકાકોર્ન કહેવામાં આવે છે. સિલિકોન વેલીના ઇન્વેસ્ટર તથા એનાલિસ્ટ મેરી મીકર્સની ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્રાન્ડ કેપિટલે બાયઝૂસમાં 10.5 અબજ ડોલરના વેલ્યુએશન પર રોકાણ કર્યું છે. બાયજૂસનું નવું વેલ્યુએશન જાન્યુઆરીમાં 8 અબજ ડોલરના વેલ્યુએશનની તુલનાએ 30% વધુ હતું. આ સાથે જ બાયઝૂસે 10 અબજ ડોલર વેલ્યુએશનવાળી હોસ્પિટાલિટી કંપની ઓયોને પાછળ મૂકી દીધી છે. બાયજૂસ હવે દેશમાં Paytm બાદ બીજા નંબરનું સૌથી મોટું સ્ટાર્ટઅપ છે. Paytmની વૅલ્યુ 16 અબજ ડોલર છે.

BYJU'Sની સફર કોચિંગ ક્લાસથી શરૂ થઈ હતી
39 વર્ષીય રવીન્દ્રને 2007માં CATની એક્ઝામની તૈયારી માટે કોચિંગ ક્લાસની શરૂઆત કરી હતી. 2009માં અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા. 2011માં તેણે થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ નામ સાથે પોતાની કંપની રજિસ્ટર્ડ કરી હતી. 2015માં એપ લૉન્ચ કરી હતી. ત્યાર બાદ વિશ્વભરના પ્રતિષ્ઠિત રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું હતું. 2018માં કંપનીની વેલ્યુએશન 1 અબજ ડોલર થઈ ગઈ હતી.

શાહરુખની 378 કરોડની બ્રાન્ડ વૅલ્યુ
મલ્ટીનેશનલ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સના ફેબ્રુઆરી, 2021ના રિપોર્ટ પ્રમાણે, શાહરુખની બ્રાન્ડ વૅલ્યુ 378 કરોડ રૂપિયા છે. બ્રાન્ડ વૅલ્યુની ગણતરીએ 2020માં વિરાટ કોહલી, અક્ષય કુમાર અને રણવીર સિંહ પછી ચોથા સ્થાન પર છે. 2019માં તે પાંચમા નંબરે હતો. BYJU'S ઉપરાંત શાહરુખ ખાન રિલાયન્સ જિયો, ICICI બેંક, LG, દુબઈ ટૂરિઝમ, હુન્ડાઇ સહિતની કંપનીઓનો બ્રાન્ડ-એમ્બેસડર છે.

5116 કરોડની નેટવર્થ: દુનિયામાં ત્રીજો અમીર એક્ટર
​​​​​ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે, કમાણીની ગણતરીએ ટોપ 10 એક્ટરમાં ભારતમાં શાહરુખ અને અમિતાભ બચ્ચન સામેલ છે. શાહરુખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા માનવામાં આવી છે. ઝેરી સેનફિલ્ડ અને ટાઇલર પેરી પછી ત્રીજા નંબરનો ધનવાન એક્ટર છે. બિગ બી 29.65 અજબ રૂપિયા સાથે વિશ્વમાં આઠમા સૌથી પૈસાદાર એક્ટર છે.

ફિલ્મ, બ્રાન્ડ-એન્ડોર્સમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું પ્રોડક્શન, VFX અને IPL ટીમ જેવા બિઝનેસ સાથે 2021માં શાહરુખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા હોય શકે છે.

અન્ય સમાચારો પણ છે...