તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અક્ષયની ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’ કેમ?:વિવાદ દરમિયાન ડિરેક્ટર રાઘવ લોરેન્સે ટાઈટલ પાછળની સ્ટોરી કહી, કહ્યું, ‘હું તેનું નામ ‘કાંચના’ રાખવા ઈચ્છતો હતો’

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમાર સ્ટારર ‘લક્ષ્મી બોમ્બ’ને લઈને ચાલી રહેલા વિવાદ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર રાઘવ લોરેન્સે તેના નામ પાછળની સ્ટોરી જણાવી છે. પહેલાં તેઓ આ ફિલ્મનું ટાઈટલ ઓરિજિનલ તમિળ વર્ઝનની જેમ ‘કાંચના’ જ રાખવા માગતા હતા, પરંતુ પછી લક્ષ્મી બોમ્બથી રિપ્લેસ કર્યું.

હિન્દી દર્શકોને અપીલ કરવા ટાઈટલ બદલ્યું
એક ઇન્ટરવ્યૂમાં રાઘવ લોરેન્સે કહ્યું, અમારી તમિળ ફિલ્મનું નામ મુખ્ય કેરેક્ટર કાંચનાને ધ્યાનમાં રાખીને રાખ્યું હતું. કાંચનાનો અર્થ સોનું થાય છે, જે લક્ષ્મીનું જ એક રૂપ છે. શરુઆતમાં હિન્દી રીમેકનું નામ પણ આ જ રાખવા માગતા હતા પણ અમે નક્કી કર્યું કે નામ હિન્દી દર્શકોને અપીલ કરતું હોવું જોઈએ તો તેના માટે લક્ષ્મીથી સારો વર્ડ શું હોઈ શકે ! ભગવાનની કૃપાથી આ ફિલ્મમાં કાંચનાએ ધમાકો કર્યો હતો. આથી અમે હિન્દી રીમેકને લક્ષ્મી બોમ્બ નામ આપ્યું. જેમ લક્ષ્મી બોમ્બના ધડાકાને ભૂલાવી ના શકીએ તેમ લીડ કેરેક્ટર ટ્રાન્સજેન્ડર લક્ષ્મી પણ પાવરફુલ અને રેડિઅન્ટ છે. આથી આ ફિલ્મ માટે નામ પરફેક્ટ છે.

સ્ટોરીમાં ટ્રાન્સજેન્ડર સમુદાય પર ભાર કેમ?
ઇન્ટરવ્યૂમાં રાઘવે જણાવ્યું કે, ‘હું એક ટ્રસ્ટ ચલાવું છું અને કેટલાક ટ્રાન્સજેન્ડરે મદદ માટે મારા ટ્રસ્ટને અપ્રોચ કર્યો હતો. જ્યારે મેં સ્ટોરી સાંભળી તો હું મારી ફિલ્મમાં લક્ષ્મીના કેરેક્ટરની મદદથી તેમની સ્ટોરી બધાને સંભળાવવા માગતો હતો. ફિલ્મ જોયા પછી દર્શકો સમજી જશે કે હું શેના વિશે વાત કરી રહ્યો છું.’

ફિલ્મનો વિવાદ શું છે?
લક્ષ્મી બોમ્બમાં અક્ષય કુમારે આસિફ નામના કેરેક્ટરનો રોલ પ્લે કર્યો છે. જે હિંદુ છોકરી પ્રિયા (કિઆરા અડવાણી) સાથે લગ્ન કરે છે. આ ખુલાસા થયા પછી ફિલ્મ પર લવ-ઝેહાદના આરોપ લાગી રહ્યા છે. સાથે જ ફિલ્મના નામથી દેવી લક્ષ્મીનું અપમાન કરવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વારંવાર ફિલ્મ વિરુદ્ધ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા છે અને બોયકોટ કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 9 નવેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો