તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત કેસ:CBIના વલણથી સુશાંતનો પરિવાર નાખુશ, વકીલે કહ્યું- અમે પૂરી રીતે અસહાય

મુંબઈ7 મહિનો પહેલા
 • વકીલનો દાવો- સુશાંતનું ગળું દબાવ્યું હોવાની વાત સાબિત, AIIMSએ કહ્યું- તપાસ હજી પૂરી થઈ નથી

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને ત્રણ મહિનાથી વધુ સમય થયો છે. જોકે, CBI, ED, NCB જેવી દેશની ટોચની એજન્સીઓ પણ સાથે મળીને હજી સુધી એ સવાલનો જવાબ આપી શકી નથી કે એક્ટરે સુસાઈડ કર્યું હતું કે તેની હત્યા થઈ હતી. તપાસ તથા ન્યાયમાં મોડું થતાં સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે નારાજગી વ્યક્ત કરી છે.

વકીલે CBI-NCBની તપાસ અંગે સવાલ કર્યા
સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે NCBની તપાસ સામે સવાલ ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે આનાથી સત્ય સામે આવશે નહીં. હાલમાં તો મોટા-મોટા સ્ટાર્સની પરેડ થઈ રહી છે અને કોઈ પણ સ્ટાર પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. CBI ટીમ હજી સુધી AIIMSની ટીમને કેમ મળી નથી? CBIએ હજી સુધી સુસાઈડથી મર્ડર કન્વર્ટ કરવામાં શું મુશ્કેલી નડી રહી છે? આટલું જ નહીં CBIએ કોઈ પ્રેસ સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું નથી. તપાસમાં ઘણું જ મોડું થઈ રહ્યું છે. CBI કહે કે અત્યાર સુધીની તપાસમાં શું મળી આવ્યું છે. વધુમાં વિકાસ સિંહે કહ્યું હતું કે ક્યાંકને ક્યાંક CBI તપાસમાં મોડું થઈ રહ્યું છે અને પરિવારને લાગે છે કે કેસના મૂળ સુધી જવાનો જે પ્રયાસ હતો, તેમાં હવે ઘટાડો થયો છે. જો તપાસ ટ્રેક પર પરત નહીં આવે તો આ ઠીક રહેશે નહીં.

આ પહેલા વકીલ વિકાસ સિંહે ટ્વીટ કરી હતી, 'CBI સુશાંત કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાને બદલે હત્યાનો કેસ કરવામાં મોડું કરી રહી છે અને તેથી હવે ફ્રસ્ટ્રેશન થઈ રહ્યું છે. AIIMSની ટીમના ડોક્ટરે મેં મોકલાવેલી તસવીર જોઈને કહ્યું હતું કે આ 200 ટકા ગળું દબાવીને મારી નાખવાનો કેસ છે. સુસાઈડ નહીં.'

AIIMSની સ્પષ્ટતા
તો AIIMSના ફોરેન્સિક ચીફ સુધીર ગુપ્તાએ ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં વિકાસ સિંહના નિવેદન પર કહ્યું હતું કે હાલમાં તપાસ થઈ રહી છે અને તેઓ જે કહે છે તે યોગ્ય નથી. તેઓ માત્ર ગળા પર નિશાન તથા ક્રાઈમ સીન જોઈને કોઈ પણ પરિણામ સુધી પહોંચી ના શકે કે આ હત્યા છે કે આત્મહત્યા. તપાસ કરવાની જરૂર છે અને હજી તે ચાલી રહી છે. હજી સુધી આ તપાસનું કોઈ પરિણામ આવ્યું નથી.

CFSLના મતે, સુશાંતે આત્મહત્યા કરી હતી
CFSL (સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ)ના સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના મોતમાં કોઈ ફાઉલ પ્લે સામે આવ્યું નથી. બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન પછી CFSLને જાણવા મળ્યું છે કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. CFSLએ CBI ટીમને રિપોર્ટ આપી દીધો છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાય તેમ માનવામાં આવે છે. રિપોર્ટમાં પાર્શિયલ હેંગિંગ એટલે કે પૂર્ણ ફાંસી કહેવામાં આવી નથી. એનો અર્થ એ થાય કે મૃતકના પગ સંપૂર્ણ પણે હવામાં ન હતા. એટલે કે તે જમીનને ટચ હતા અથવા બેડ કે સ્ટૂલ જેવી કોઈ વસ્તુ પર હતા. બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન અને પંખા સાથે લટકતા કપડાંની સ્ટ્રેંથ ટેસ્ટિંગ પછી CFSLએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. સૂત્રોનું માનીએ તો CFSL વિશ્લેષણ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે સુશાંતે બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હશે. તેણે પોતાના જમણા હાથનો ઉપયોગ પોતાને લટકાવવા માટે કર્યો હતો. ગળામાં પડેલી લિગેચર માર્કની ગાંઠની સ્થિતિનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાઈડ ડેન્ડર આ રીતે ફાંસી લગાવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે કે તેના રૂમમાંથી મળેલા કપડાંનો ઉપયોગ ફાંસી લગાવવા માટે કરાયો છે.

14 જૂનના રોજ મોત
સુશાંત 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પહેલા કેસની તપાસ મુંબઈ પોલીસે કરી હતી પરંતુ પછી સુશાંતના પિતાએ બિહારમાં પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. ત્યારબાદ આ કેસની તપાસ CBI કરે છે. કેસમાં અત્યાર સુધી સુશાંતે આત્મહત્યા કરી કે હત્યા તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો