લોરેન્સ બિશ્નોઈએ કહ્યું- સલમાન માફી માગે નહીંતર....:જેલમાં બંધ ગેંગસ્ટરે કહ્યું- સલમાન ખાનનું અભિમાન તોડીશું

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાં બેસીને સલમાન ખાનને ધમકી આપી છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે જો સલમાન બિશ્નોઈ સમાજની માફી નહીં માગે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.

સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસના આરોપી લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે સલમાને કાળિયાર હરણનો શિકાર કરીને બિશ્નોઈ સમાજનું અપમાન કર્યું છે. સલમાન વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે હજી સુધી આ અંગે માફી માગી નથી.

લોરેન્સ નાનપણથી સલમાન પર ગુસ્સે છે
લોરેન્સ બિશ્નોઈ અપરાધી છે. પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં તેનો હાથ હોવાનું માનવામાં આવે છે. મૂસેવાલાની ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી અને તેથી જ એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે સલમાન ખાન પર પણ આ રીતે હુમલો કરાવી શકે છે, કારણ કે સલમાનને તેણે કાળિયાર હરણ શિકાર કેસમાં ધમકી આપી હતી.

હવે લોરેન્સે ABP ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ફરીથી સલમાન વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેણે કહ્યું હતું કે જ્યારે તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સલમાને બિશ્નોઈ સમાજ જે કાળિયાર હરણની પૂજા કરે છે તેનો શિકાર કર્યો હતો. તેના મનમાં ત્યારથી જ સલમાન પ્રત્યે ગુસ્સો છે.

સલમાનનું અભિમાન તોડીશું: લોરેન્સ
લોરેન્સે કહ્યું હતું, 'સલમાને અમારા સમાજને નીચો બતાવ્યો છે. અમે તેનું અભિમાન તોડીશું. અમારા સમાજમાં જીવજંતુઓ અને ઝાડ-છોડની પૂજા કરવામાં આવે છે. અમે ઈચ્છીએ છીએ કે સલમાન અમારા સમાજની સામે આવીને માફી માગે. રાજસ્થાનમાં અમારા સમાજનું મંદિર જંભેશ્વરજીની સામે સલમાન માફી માગે. જો સમાજ તેને માફ કરે છે તો મને કોઈ જ વાંધો નથી.'

કાળિયાર હરણ કેસમાં સલમાનને જેલ થઈ હતી
સલમાન ખાન 1998માં 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ માટે રાજસ્થાન ગયો હતો. અહીંયા તેણે કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. તેની સાથે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ તથા નીલમ કોઠારી પર પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. બિશ્નોઈ સમાજે ત્યારે સલમાન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સલમાનને જોધપુર કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જોકે, આ કેસમાં તેને જામીન મળી ગયા છે.

કોણ છે લોરેન્સ બિશ્નોઈ?
લોરેન્સ બિશ્નોઈ પંજાબ, હરિયાણા, રાજસ્થાન તથા હિમાચલ પ્રદેશની સૌથી ખતરનાક ગેંગનો લીડર છે. તે જેલમાં રહીને પોતાની ગેંગને ચલાવે છે. 15 વર્ષ પહેલાં તેણે કોલેજમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. તેના પિતા લવિન્દ્ર કુમાર પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. લોરેન્સ 2014થી જેલમાં બંધ છે.

મૂસેવાલની હત્યાના ષડયંત્રનો આરોપીમૂસેવાલની હત્યાના ષડયંત્રનો આરોપી
મૂસેવાલા હત્યાકાંડ અંગે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કહ્યું હતું કે લોરેન્સે જ આ ષડયંત્ર રચ્યું હતું. કેનેડામાં રહેલા ગેંગસ્ટર ગોલ્ડી તથા સચિને આ ઘટનાને અંજામ આપ્યો હતો. લોરેન્સે પણ કહ્યું હતું કે તે પોતાના નિકટના અકાલી નેતા વિક્કી મિડ્ડુખેડાની મોહાલીમાં થયેલી હત્યાથી નારાજ હતો. વિક્કીની જે લોકોએ હત્યા કરી હતી તેમનો નિકટનો સાથી સિદ્ધૂ હતો. લોરેન્સે તિહાર જેલમાં સોગન લીધા હતા કે તે મૂસેવાલાને જીવતો છોડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...