બિશ્નોઈ ગેંગનું ષડયંત્ર:સલમાન ખાનને મારવા માટે 4 લાખની રાઇફલ ખરીદી હતી, છેલ્લી ઘડીએ ભાઈજાન કઈ રીતે બચ્યો?

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલમાનની ફિલ્મ 'રેડી' વખતે હુમલો નિષ્ફળ રહ્યો હતો

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ત્યારબાદ મુંબઈ પોલીસ અલર્ટ મોડમાં આવી ગઈ છે. આ પહેલીવાર નથી કે એક્ટરને આ રીતની ધમકી મળી હોય. આ પહેલાં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ધમકી આપી હતી. તેણે સલમાનને મારવા માટે ષડયંત્ર રચ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તે નિષ્ફળ રહ્યું હતું.

પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો
જેલમાં બંધ ગેંગસ્ટર બિશ્નોઈએ 2021માં સુરક્ષા એજન્સીને પૂછપરછમાં સલમાનની હત્યાના ષડંયત્રની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું કે સલમાનને મારવા માટે તેણે રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને કહ્યું હતું. ત્યારબાદ સંપત મુંબઈ ગયો હતો. તેણે સલમાનના ઘરની રેકી પણ કરી હતી.

સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે.
સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે.

કેમ ષડયંત્ર નિષ્ફળ રહ્યું હતું?
વધુમાં લોરેન્સે કહ્યું હતું કે સંપતની પાસે જે પિસ્તોલ હતી, તે વધુ દૂર સુધી ફાયર કરી તેમ નહોતી. અંતર વધુ હોવાથી સંપત એક્ટર સલમાન ખાન સુધી પહોંચી શક્યો નહોતો. ત્યારબાદ સંપતે પોતાના ગામના દિનેશ ફૌજીની મદદથી RK સ્પ્રિંગ રાઇફલ મગાવી હતી. આ રાઇફલ બિશ્નોઈએ પોતાના ઓળખીતા અનિલ પંડ્યા પાસેથી 3-4 લાખ રૂપિયામાં ખરીદી હતી. જોકે, આ રાઇફલ દિનેશ પાસે હતી ત્યારે જ તે પોલીસના હાથે પકડાઈ ગયો હતો. ત્યારબાદ સંપત નેહરા પણ ઝડપાઈ ગયો હતો.

ધમકી મળ્યા બાદ સલમાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
ધમકી મળ્યા બાદ સલમાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

સલમાનને કેમ મારવા માગતો હતો?
લોરેન્સ બિશ્નોઈએ સલમાનને કાળિયાર હરણ કેસમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, કારણ કે બિશ્નોઈ સમાજ કાળિયાર હરણને પવિત્ર માને છે. ફિલ્મ 'રેડી'ના શૂટિંગ સમયે લોરેન્સે સલમાન પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ સફળ થયો નહીં.

લોરેન્સ બિશ્નોઈ.
લોરેન્સ બિશ્નોઈ.

બિશ્નોઈ જેલમાંથી ગેંગ ઓપરેટ કરે છે
લોરેન્સ બિશ્નોઈ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે અને ત્યાંથી ગેંગ ઓપરેટ કરે છે. વ્હોટ્સએપના માધ્યમથી આ ગ્રુપ સોપારી લે છે અને ક્લાયન્ટના કહ્યા પ્રમાણે જે-તે વ્યક્તિને મારી નાખે છે. પછી સો.મીડિયમાં ગુનો કબૂલ કરે છે. આ ગેંગનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે. આ ગેંગમાં 700થી વધુ ગુંડાઓ છે. લોરેન્સ તથા ગોલ્ડી બરાડ સાથે કામ કરે છે. લોરેન્સની ગેંગે જ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરી છે.

સલમાન ખાનને મળેલો ધમકીભર્યો પત્ર.
સલમાન ખાનને મળેલો ધમકીભર્યો પત્ર.

સલમાનને ધમકી મળી
સલમાન તથા સલીમ ખાનને અજાણી વ્યક્તિએ પત્ર લખીને ધમકી આપી છે. સલીમ ખાન મોર્નિંગ વોક બાદ બેન્ડસ્ટેન્ડની જે જગ્યાએ બેસે છે, ત્યાંથી પત્ર મળ્યો હતો. આ પત્ર સલીમ ખાનના ગાર્ડને મળ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું, 'સલીમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધૂ મૂસેવાલા જેવી થશે.' પોલીસે ભારતીય બંધારણની કલમ 506 હેઠળ કેસ કર્યો છે.