રિયલ ‘ચાલબાઝ’:શ્રીદેવીની આ વાઇરલ હમશકલ જોઈને દીકરીઓ જાહન્વી ને ખુશી પણ કન્ફ્યૂઝ થઈ જશે!

મુંબઈએક મહિનો પહેલા
  • સો.મીડિયામાં શ્રીદેવીની ડુપ્લિકેટની તસવીરો ને વીડિયો વાઇરલ થયા છે

સોશિયલ મીડિયામાં અવારનવાર બોલિવૂડ સેલેબ્સના ડુપ્લિકેટ્સ જોવા મળતા હોય છે. થોડાં સમય પહેલાં ઐશ્વર્યા રાય ને કેટરીના કૈફની હમશકલની તસવીરો વાઇરલ થઈ હતી. હવે સ્વ. શ્રીદેવીની હમશકલની તસવીરો વાઈરલ થઈ છે.

કોણ છે શ્રીદેવીની ડુપ્લિકેટ?
શ્રીદેવીની ડુપ્લિકેટનું નામ દિપાલી ચૌધરી છે. દિપાલી બ્લોગર તથા હરિયાણવી એક્ટ્રેસ છે. દિપાલીએ સો.મીડિયામાં પોતાની ઘણી તસવીરો શૅર કરી છે, જેમાં તે શ્રીદેવી જ જોવા મળે છે. દિપાલી એક્ટ્રેસ શ્રીદેવીની ફિલ્મના સીન્સ પર લિપ સિંક કરીને વીડિયો શૅર કરતી હોય છે.

યુઝર્સે આ રીતે પ્રતિક્રિયા આપી
દિપાલીના વીડિયો તથા એક્ટિંગ સ્કિલ્સ જોઈને સો.મીડિયા યુઝર્સ ઘણાં જ ખુશ છે. મોટાભાગના યુઝર્સે દિપાલીને શ્રીદેવીની કૉપી કહી હતી. એક યુઝરે કહ્યું હતું, 'બિલકુલ શ્રીદેવી જેવી.' તો અન્ય એકે કહ્યું હતું, 'ગુસ્સામાં શ્રીદેવી વધુ સારી લાગે છે.'

શ્રીદેવીનું 2018માં અવસાન
ફેબ્રુઆરી, 2018માં શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, શ્રીદેવીનું અવસાન બાથટબમાં ડૂબવાને કારણે થયું હતું. શ્રીદેવીની મોટી દીકરી જાહન્વી કપૂરે 'ધડક' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે, જ્યારે નાની દીકરી ખુશી બોલિવૂડ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે.

શ્રીદેવી પતિ બોની કપૂર તથા દીકરીઓ જાહન્વી ને ખુશી સાથે.
શ્રીદેવી પતિ બોની કપૂર તથા દીકરીઓ જાહન્વી ને ખુશી સાથે.