સુશાંતના ફ્લેટને અઢી વર્ષે ભાડુઆત મળ્યો:મહિને 5 લાખ ભાડું, 30 લાખ સિક્યોરિટી મની, એક્ટરના સુસાઇડ બાદથી ફ્લેટ ખાલી પડ્યો હતો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોતને અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી બાંદ્રા વેસ્ટવાળો ફ્લેટ ખાલી પડ્યો હતો. ભાડુઆત તે ફ્લેટમાં રહેવા તૈયાર નહોતા. જ્યારે પણ લોકોને એ વાતની જાણ થાય કે તે ફ્લેટમાં સુશાંતે આત્મહત્યા કરી હતી, તો તેઓ જોવા પણ આવતા નહોતા.

હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે તે ફ્લેટને ભાડુઆત મળી ગયો છે. મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ બ્રોકર રફીક મર્ચન્ટે કહ્યું હતું કે એક વ્યક્તિ પાંચ લાખ રૂપિયાના ભાડામાં ફ્લેટ લેવા માટે તૈયાર છે. પાંચ લાખ રૂપિયાનું ભાડું અને 30 લાખ રૂપિયા સિક્યોરિટી જમા કરાવવાની રહેશે.

ફ્લેટની ડિપોઝિટ મની 30 લાખ રૂપિયા
બ્રોકર રફીક મર્ચન્ટે કહ્યું હતું, 'અમને ભાડુઆત મળી ગયો છે. અમે ડિલ ફાઇનલ કરવા માટે પરિવાર સાથે વાત કરી રહ્યા છીએ. વાતચીત લાસ્ટ સ્ટેજમાં છે.' છ મહિનાની ડિપોઝીટ મની 30 લાખ રૂપિયા પણ ભાડુઆતે આપવાના રહેશે.

ફ્લેટનો ભૂતકાળ જાણીને જ અનેક લોક પાછા જતા રહેતા
ઉલ્લેખનીય છે કે રફીકે ગયા મહિને ફ્લેટનો એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે સુશાંતનો આ બાંદ્રા વેસ્ટવાળો ફ્લેટ ખાલી છે. આ ઉપરાંત રફીકે એમ કહ્યું હતું કે આ ફ્લેટને હજી સુધી કોઈ ભાડુઆત મળ્યા નથી. જ્યારે પણ કોઈ ફ્લેટ જોવા આવે અને ભૂતકાળ જાણે એટલે ચોખ્ખી ના પાડી દે છે. લોકો આ ફ્લેટમાં આવતા ડરે છે.

રફીકે વધુમાં ઉમેર્યું હતું કે પહેલાં તો લોકો આ ફ્લેટ જોવા પણ આવતા નહોતા, પછી ધીમે ધીમે ભાડે લેવામાં રસ બતાવી રહ્યા છે. જો કોઈ ભાડે લેવા તૈયાર થાય તો પરિવાર ના પાડી દે છે અને આ જ કારણે હજી સુધી કોઈ ડીલ ફાઇનલ થઈ નથી.

ફ્લેટના માલિક કોઈ ફિલ્મ સ્ટાર્સને ભાડે આપવા તૈયાર નથી
રફીકે એમ પણ કહ્યું હતું કે માલિક હવે કોઈ પણ ફિલ્મસ્ટાર્સને ઘર ભાડે આપવા માગતા નથી. ફ્લેટ ઓનર NRI છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ ફ્લેટ કોઈ કોર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલી વ્યક્તિને જ ભાડે આપવામાં આવે.

સુશાંત મહિને 4.51 લાખ રૂપિયા ભાડુ આપતો
ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત આ જ ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારથી આ ફ્લેટ ખાલી છે. દરિયા કિનારે આવેલા આ અપાર્ટમેન્ટમાં ચાર રૂમ છે, એક હોલ તથા ડ્રોઇંગ રૂમ છે. સુશાંત દર મહિને 4.51 લાખ રૂપિયા ભાડું આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...