લતા મંગેશકર છેલ્લાં 7 દિવસથી ICUમાં:ICUમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે કોકિલ કંઠી; ડોકટર્સે ચાહકોને કહ્યું- તેમની રિકવરી માટે પ્રાર્થના કરો

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત રત્ન લતા મંગેશકરને કોરોના તથા ન્યુમોનિયા છે. તેમને 8 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. તેઓ છેલ્લાં સાત દિવસથી ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, 92 વર્ષીય લતા મંગેશકરની સ્થિતિ સ્થિર છે અને પહેલાં કરતાં સારું છે.

હજી થોડાં દિવસ હોસ્પિટલમાં રહેશે
ડૉક્ટર પ્રતીક સમધાનીના જણાવ્યા પ્રમાણે, ઉંમરને કારણે તેમને અન્ડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. હજી થોડો સમય તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. તેઓ જલ્દી સાજા થઈ જાય તે માટે ચાહકોને પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

2019માં દાખલ થયા હતા
ડૉક્ટર્સે કહ્યું હતું કે તેઓ ઠીક થઈ જશે, પરંતુ ઉંમરને કારણે થોડો સમય લાગશે. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને હાઉસ હેલ્પરને કારણે ચેપ લાગ્યો હતો. 2019માં લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં તે 28 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યાં હતાં. લતા મંગેશકરને 8 જાન્યુઆરી, શનિવારના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.

2001માં ભારત રત્નથી સન્માનિત થયા હતા
લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયા છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.