તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નથી કોઈ લેવાલ:સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટના મકાનમાલિકે ભાડું ઘટાડીને 4 લાખ કર્યું હોવા છતાં કોઈ રહેવા તૈયાર નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુશાંત ગયા વર્ષે 14 જૂનના રોજ પોતાના ભાડાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો

સુશાંત સિંહ રાજપૂતની પહેલી ડેથ એનિવર્સરી 14 જૂનના રોજ હતી. સુશાંત મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત બ્રાંદ્રાના જોગેશ્વર પાર્કમાં આવેલા મોન્ટ બ્લેક અપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ ફ્લેટ સી ફેસિંગ છે. આ ડુપ્લેક્સ ફ્લેટમાં ડ્રોઇંગરૂમ તથા ત્રણ બેડરૂમ તથા કિચન હતું. સુશાંતના મોત બાદથી આ ફ્લેટ ખાલી પડ્યો છે. મકાનમાલિકે ભાડું ઘટાડ્યું હોવા છતાંય હજી સુધી કોઈ પણ આ ફ્લેટમાં રહેવા તૈયાર નથી.

સુશાંતે ત્રણ વર્ષ માટે ભાડે લીધો હતો
સુશાંતે 10 ડિસેમ્બર, 2019થી 9 ડિસેમ્બર, 2022 સુધી ફ્લેટ ભાડે લીધો હતો અને ત્રણ વર્ષ માટે અલગ અલગ ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. પહેલાં વર્ષે સુશાંત 4.30 લાખ રૂપિયાનું ભાડું દર મહિને આપતો હતો. બીજા વર્ષે સુશાંત મહિને 4.51 લાખ રૂપિયાનું ભાડું ભરતો હતો. વર્ષ 2022માં મહિને 4.74 લાખ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. સુશાંતનો ફ્લેટ 3600 સ્કેવરફૂટનો હતો. તેનો ફ્લેટ છઠ્ઠા માળે હતો અને તેને ત્રણ કાર પાર્કિંગની સુવિધા મળેલી હતી. અહીંયા સુશાંત રૂમમેટ સિદ્ધાર્થ પિઠાની, હાઉસ હેલ્પર તથા રિયા ચક્રવર્તી સાથે રહેતો હતો.

સુશાંતના મોત બાદ અહીંયા મહિનાઓ સુધી રિપોર્ટર અને ફોટોગ્રાફરની ભીડ જમા રહેતી હતી
સુશાંતના મોત બાદ અહીંયા મહિનાઓ સુધી રિપોર્ટર અને ફોટોગ્રાફરની ભીડ જમા રહેતી હતી

ભાડું ઘટાડવામાં આવ્યું છતાં કોઈ રહેવા તૈયાર નથી
સૂત્રોના મતે, છેલ્લાં એક વર્ષથી આ ફ્લેટ ખાલી છે. મકાનમાલિકે હવે આ ઘરનું મહિને ભાડું ચાર લાખ રૂપિયા કરી નાખ્યું છે. સુશાંતના ઘરમાંથી દરિયો દેખાય છે અને ક્રિએટિવ માઇન્ડના લોકો માટે આ ઘર એકદમ પર્ફેક્ટ છે. બ્રોકર્સ માને છે કે ભારતમાંથી એકવાર કોરોના જાય પછી આ ઘર ભાડે જતું રહેશે. બ્રોકર્સના મતે, ઘર પર્ફેક્ટ લોકેશન પર આવેલું હોવાથી તે ફરીથી ભાડે જતું જ રહેશે.

ઘણાં બોલિવૂડ સેલેબ્સ આ ઘર જોઈને ગયા
વેબ પોર્ટલ ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, કોરોનાની બીજી લહેરને કારણે રિયલ એસ્ટેટમાં થોડી મંદી આવી છે. ખરી રીતે તો અહીંયા સુશાંત રહેતો હતો અને આ વાત પણ એક અવરોધક છે. કેટલાંક બોલિવૂડ સેલેબ્સ ઘર ભાડે રાખવા માગે છે અને તેમણે આ ફ્લેટ પણ જોયો હતો. જોકે, તેઓ આ ફ્લેટ ભાડે રાખવા તૈયાર નહોતા. મકાનમાલિક પણ આ ફ્લેટ ફરી એકવાર બોલિવૂડ સેલેબ્સને ભાડે આપવો કે નહીં તે અંગે અવઢવમાં છે.

ઉલ્લેખનીય છે કે સુશાંતના મોતની તપાસ CBI કરી રહી છે. જોકે, હજી સુધી CBIએ કોઈ રિપોર્ટ આપ્યો નથી. આ કેસમાં ED, NCB પણ જોડાયેલા છે. ડ્રગ્સ એંગલ સામે આવતા સુશાંતની પ્રેમિકા રિયા એક મહિનો જેલમાં રહી હતી.

અન્ય સમાચારો પણ છે...