બોક્સ ઓફિસ પર ‘દંગલ 2022’:‘લાલ સિંહ ચઢ્ઢા’ની યશની ફિલ્મ 'KGF 2' સાથે બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર થશે, આખું વર્ષ ગંજાવર ફિલ્મો એકબીજાની કમાણી પર હલ્લો બોલાવશે

2 મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી
  • કૉપી લિંક
  • ઘણી મોસ્ટ અવેઇટેડ ફિલ્મો એવી છે જે બોક્સ ઓફિસ પર ટકરાશે
  • અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ જાન્યુઆરીમાં એકબીજા સામે ટકરાશે

કોરોનાકાળ બાદ હવે ફરીથી એક વખત સિનેમાઘરોમાં મોટી ફિલ્મો રિલીઝ થવા લાગી છે. ઘણા મોટા ફિલ્મમેકર્સે ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે, જો કે, ટૂંક સમયમાં રિલીઝ કરવાની હોડમાં ઘણી ફિલ્મો એકબીજા સામે ટકરાશે. તાજેતરમાં લાલ સિંહ ચઢ્ઢાની નવી રિલીઝ ડેટ સામે આવી છે જે 14 એપ્રિલના રોજ યશની ફિલ્મ GF 2ની સાથે રિલીઝ થઈ રહી છે. તે ઉપરાંત ઘણી મોસ્ટ અવેટેડ ફિલ્મો એવી છે જે બોક્સ ઓફિસ પર ટકરાશે. જાણો તે કઈ ફિલ્મો છે-

RRR-રાધે શ્યામ
વર્ષની શરૂઆત એસએસ રાજામૌલીની પેન ઈન્ડિયા ફિલ્મ ‘RRR’થી થઈ રહી છે, જેમાં આલિયા ભટ્ટ, રામ ચરણ, જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે, જેના બીજા અઠવાડિયે 14 જાન્યુઆરીએ પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ ‘રાધે-શ્યામ’ રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મો મોટા બજેટમાં તૈયાર કરવામાં આવી છે, જેની રિલીઝ વચ્ચે માત્ર 7 દિવસનો તફાવત છે. તેનાથી બંને ફિલ્મોની કમાણી પર અસર પડી શકે છે.

પૃથ્વીરાજ-અટેક
અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ જાન્યુઆરીમાં એકબીજા સામે ટકરાશે. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત પૃથ્વીરાજ 21 જાન્યુઆરીએ રિલીઝ થશે, જ્યારે લક્ષ્ય રાજ આનંદની ફિલ્મ અટેક તેના ત્રણ દિવસ બાદ જ રિલીઝ થઈ રહી છે. પૃથ્વીરાજમાં અક્ષય કુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. આ બંને ફિલ્મોની તુલનામાં પૃથ્વીરાજનું પલ્લું વધારે ભારે છે.

બધાઈ દો- બિફોર યુ ડાઈ
4 ફેબ્રુઆરીએ એક સાથે રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકરની ફિલ્મ બધાઈ દો અને પુનીત રાજ શર્મા, કાવ્યા કશ્યપની ફિલ્મ બિફોર યુ ડાઈ રિલીઝ થઈ રહી છે. સ્ટારકાસ્ટિંગની રીતે જોવા જઈએ તો બધાઈ દો બિફોર યુ ડાઈની કમાણી પર સીધી અસર કરી શકે છે.

ગંગુબાઈ કાઠિયાવાડી-જયેશભાઈ જોરદાર
સંજયલીલા ભંસાલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 6 જાન્યુઆરીની જગ્યાએ હવે 18 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે, જેના બીજા અઠવાડિયે રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જોરદાર રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મોનું બજેટ અને સ્ટારકાસ્ટિંગની દૃષ્ટિએ બરાબર છે એવામાં બંનેની વચ્ચે જોરદાર ટક્કર થશે. એક અઠવાડિયા પહેલાં રિલીઝ થનારી ગંગુબાઈ કાઠિયાવાડીને થોડો ફાયદો મળી શકે છે. ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ, શાંતનુ માહેશ્વરી, વિજય રાજ, મુખ્ય રોલમાં છે અને અજય દેવગન કેમિયોમાં જોવા મળશે, તેમજ જયેશભાઈ જોરદારમાં રણવીર સિંહ, શાલિની પાંડે, બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.

બચ્ચન પાંડે-શમશેરા
અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અને રણબીર કપૂરની ‘શમશેરા’ ફેબ્રુઆરીમાં બે અઠવાડિયાના અંતરાલમાં રિલીઝ થઈ રહી છે. બચ્ચન પાંડે 4 માર્ચ અને શમશેરા 18 માર્ચે રિલીઝ થશે. બચ્ચન પાંડેને કમાણી માટે બે અઠવાડિયાંનો સમય મળશે એવી સ્થિતિમાં શમશેરાની રિલીઝથી ફિલ્મ પર અસર પડવાની શક્યતા ઓછી છે.

ભૂલ ભુલૈયા 2- અનેક
કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ 25 માર્ચના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. તેના બીજા જ અઠવાડિયે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ અનેક, 31 માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. આયુષ્માન ખુરાના અને કાર્તિક આર્યન બંનેની ફિલ્મો સતત બોક્સ ઓફિસમાં સારું પ્રદર્શન કરતી આવી છે, પરંતુ બંનેની ફિલ્મો આમને સામને હોવાથી ફિલ્મોના કલેક્શનમાં ફરક પડી શકે છે.

લાલ સિંહ ચઢ્ઢા- KGF ચેપ્ટર 2
આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 18 ફેબ્રુઆરીની જગ્યાએ હવે 14 એપ્રિલે રિલીઝ થશે. આ દિવસે કન્નડ સુપરસ્ટાર યશની ‘KGF ચેપ્ટર 2’ રિલીઝ થઈ રહી છે. KGFના પહેલા પાર્ટે કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા, આવી સ્થિતિમાં આમિર ખાનની ફિલ્મની કમાણી પર અસર પડી શકે છે.