અક્ષય કુમાર VS આમિર ખાન:એડવાન્સ બુકિંગમાં 'લાલ સિંહ ચઢ્ઢા'એ 'રક્ષાબંધન'ને પછાડી, બે દિવસમાં કરોડોની કમાણી કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

11 ઓગસ્ટના રોજ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' તથા અક્ષય કુમારની 'રક્ષાબંધન' રિલીઝ થઈ રહી છે. આ બંને ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ્સ પ્રમાણે, આમિર ખાન એડવાન્સ બુકિંગમાં અક્ષય કુમાર કરતાં આગળ નીકળી ગયો છે. છેલ્લાં બે દિવસમાં આમિરની ફિલ્મ 8 કરોડ તો અક્ષયની ફિલ્મ 3 કરોડની કમાણી કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'લાલ સિંહ ચઢ્ઢા' તથા 'રક્ષાબંધન'નું એડવાન્સ બુકિંગ પાંચ ઓગસ્ટથી શરૂ થઈ ગયું હતું. એડવાન્સ બુકિંગના બીજા દિવસે 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મ 'રક્ષાબંધન' કરતાં આગળ નીકળી ગઈ છે. પહેલા દિવસે ફિલ્મે 1.50 કરોડ તો અક્ષયની ફિલ્મે 1.34 કરોડની કમાણી કરી હતી. પહેલાં દિવસે આમિરની ફિલ્મની 22 હજાર તો અક્ષયની ફિલ્મની 13 હજાર ટિકિટ વેચાઈ હતી.

બીજા દિવસે 'લાલ સિંહ ચઢ્ઢા'એ રફ્તાર પકડી
બીજા દિવસે 'લાલ સિંહ ચઢ્ઢા'નું એડવાન્સ બુકિંગ 6.50 કરોડ અને 'રક્ષાબંધન' 1.66 કરોડની જ કમાણી કરી શક્યું. આ રીતે 2 દિવસમાં આમિરની ફિલ્મે કુલ 8 કરોડ તો અક્ષયની ફિલ્મે 3 કરોડનો બિઝનેસ કર્યો છે. એડવાન્સ બુકિંગ માટે હજી ચાર દિવસ બાકી છે.

ટ્રેડ એનાલિસ્ટ માને છે કે ઓપનિંગ ડે પર બંને ફિલ્મની કમાણી 22-25 કરોડની આસપાસ રહી શકે છે. હવે જોવાનું એ છે કે આ બિગ બોક્સ ઓફિસ ક્લેશનમાં કઈ ફિલ્મ બાજી મારે છે. 180 કરોડના બજેટમાં બનેલી 'લાલ સિંહ ચઢ્ઢા' 5 હજાર સ્ક્રીન તો 70 કરોડમાં બનેલી 'રક્ષાબંધન' 4000 સ્ક્રીન પર રિલીઝ થશે.

'લાલ સિંહ ચઢ્ઢા'ને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કરીના કપૂર, મોના સિંહ તથા નાગ ચૈતન્ય છે. હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રીમેક છે. આનંદ એલ રાયના ડિરેક્શનમાં બનેલી 'રક્ષાબંધન'માં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, સાદિયા ખતીબ, સહઝમીન કૌર, દીપિકા ખન્ના તથા સ્મૃતિ શ્રીકાંત છે.