બોલિવૂડના જાણીતા નિર્માતાની તબિયત લથડી:'લાડલા' ફિલ્મના પ્રોડ્યુસર નીતિન મનમોહનને હાર્ટ-એટેક આવ્યો, વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નીતિન મનમોહનને હાર્ટ-એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની હાલત અત્યંત નાજુક છે, જેને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શનિવારે (3 ડિસેમ્બર) સાંજે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો, એ પછી તેમને તાત્કાલિક કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નિર્માતાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે ફિલ્મ-નિર્માતાને દવાઓની અસર થઇ રહી છે, પરંતુ તેમની પર હજુ પણ જોખમ ઓછું નથી થયું. ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, નીતિનના પરિવારના ઘણા સભ્યો તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. એ જ સમયે ઘણા લોકો તેમને જોવા માટે સતત હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, નીતિન મનમોહનની પત્નીએ કહ્યું હતું કે તેઓ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે અને તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે. તેઓ એક ફાઇટર છે અને મને ખાતરી છે કે તેઓ ઠીક થઈ જશે. સંજય દત્તના પૂર્વ સચિવ કલીમ તેમની સાથે છે. કલીમ લાંબા સમયથી નીતિન મનમોહન સાથે છે.

અક્ષય ખન્ના પહોંચ્યો હોસ્પિટલ
નિર્માતા નીતિન મનમોહનની તબિયત ખરાબ થવાની માહિતી મળતાં જ 'દૃશ્યમ 2'નો એક્ટર અક્ષય ખન્ના હાલચાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. અક્ષય ખન્નાએ પોતાના કરિયરમાં નીતિન મનમોહન સાથે ઘણી ફિલ્મો કરી છે. બંને ઑફ સ્ક્રીન પણ સારા મિત્ર છે. અક્ષય અને નીતિને 'ગલી ગલી ચોર હૈ', 'દીવાનગી' અને 'સબ કુશલ મંગલ' જેવા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. અક્ષય ખન્ના સિવાય અન્ય ઘણા લોકો નિર્માતાના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

સંજય દત સાથે નીતિન મનમોહન.
સંજય દત સાથે નીતિન મનમોહન.

નીતિનના પિતાએ પણ અનેક ફિલ્મોને પ્રોડ્યુસ કરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે નીતિન બોલિવૂડના ફેમસ એક્ટર મનમોહનનો પુત્ર છે. મનમોહન 'બ્રહ્મચારી', 'ગુમનામ' અને 'નયા જમાના' જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. પિતાની જેમ નીતિન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. દિવંગત અભિનેતા મનમોહને મોટે ભાગે વિલનની ભૂમિકાઓ ભજવી હતી અને આ ભૂમિકાથી તેમને વિશેષ ઓળખ મળી હતી. પિતાની જેમ નીતિન પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા હતા.. જોકે અભિનય ઉપરાંત તેમનો રસ ફિલ્મો માટે નાણાંનું રોકાણ કરવામાં પણ હતો. તેમણે અત્યારસુધીમાં ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેમણે 'બોલ રાધા બોલ' અને 'દસ' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી હતી.

નીતિન મનમોહન પરિવાર સાથે.
નીતિન મનમોહન પરિવાર સાથે.

નીતિન મનમોહનની ફિલ્મ
નિર્માતા તરીકે નીતિન મનમોહનની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તેમની 1992માં ઋષિ કપૂર અભિનિત 'બોલ રાધા બોલ', 1997માં સુનીલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી અને ફરાઝ ખાન અભિનીત 'પૃથ્વી' અને 2011માં સલમાન ખાન સ્ટારર 'રેડી' રિલીઝ થઈ હતી. એક્ટર તરીકે નીતિન મનમોહને ટીવી સિરિયલ 'ભારત કે શહીદ'માં ચંદ્રશેખર આઝાદની ભૂમિકા ભજવી હતી.

નીતિનનો પરિવાર
નીતિન અને ડોલીને બે બાળક છે- એક પુત્ર સોહમ, જે સ્વિટ્ઝર્લેન્ડમાં અભ્યાસ કરે છે અને પુત્રી પ્રાચી, જેમના નામ પરથી ફેશન સ્ટોરનું નામ પ્રાચીન્સ રાખવામાં આવ્યું છે.