તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલ રોયને બ્રેન સ્ટ્રોક:LACના ડિરેક્ટરનો ઘટસ્ફોટ- 'રાહુલ શૂટિંગ દરમિયાન વિચિત્ર વર્તન કરતો હતો, સરખી રીતે બોલી પણ શકતો નહોતો'

મુંબઈ5 મહિનો પહેલા
  • ફિલ્મના ડિરેક્ટરે રાહુલ રોયની સારવારનો ખર્ચ ઉઠાવ્યો

રાહુલ રોય હાલમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. તેને બ્રેન સ્ટ્રોકને કારણે દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ કારગિલમાં 'LAC' ફિલ્મનું શૂટિંગ કરતો હતો. બ્રેન સ્ટ્રોક બાદ રાહુલને કારગિલથી શ્રીનગર હેલિકોપ્ટરમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે મુંબઈ લાવવામાં આવ્યો હતો. રાહુલની તબિયત અંગે ફિલ્મના ડિરેક્ટર નિતિન કુમાર ગુપ્તાએ ન્યૂઝ પેપર મુંબઈ મિરર સાથે વાત કરી હતી.

સરખી રીતે વાત કરી શકતો નહોતો
નિતિન કુમારે કહ્યું હતું, 'ગુરુવાર (26 નવેમ્બર)ના રોજ તે રાહુલને મળવા માટે હોટલ રૂમમાં ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તે કંઈક વિચિત્ર વર્તન કરતો હતો. તે વ્યવસ્થિત રીતે વાત પણ કરી શકતો નહોતો. હું ડૉક્ટર છું અને મને લાગ્યું કે આ કદાચ અફાસિયા (બોલવામાં મુશ્કેલી પડે) નામની બીમારી છે.

'આ જોઈને રાહુલને તાત્કાલિક સીટી સ્કેન માટે સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેની હાલત જોઈને ડૉક્ટર્સે કંઈ કહ્યું નહીં, પરંતુ મેં રાહુલના રિપોર્ટ્સ મારા ડૉક્ટર્સ મિત્રોને બતાવ્યા હતા, તેમાંથી જ એક મિત્રે કહ્યું હતું કે આ મિની સ્ટ્રોકના લક્ષણો છે. આ લક્ષણો સીટી સ્કેનમાં પકડાય નહીં. આથી જ અમે સારવાર માટે તેને મુંબઈ લઈ આવ્યા.'

સૂત્રોના મતે, રાહુલની સ્થિતિ હવે સ્ટેબલ છે. નિતિને કહ્યું હતું કે રાહુલ અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે અને વાત પણ કરી શકે છે. નિતિને એ પણ ખુલાસો કર્યો હતો કે તે રાહુલના મેડિકલ બિલ ભરી રહ્યો છે, કારણ કે તેઓ સારા સારા મિત્ર છે.

ત્રણ દાયકાથી ફિલ્મમાં સક્રિય
રાહુલે 1990માં મહેશ ભટ્ટની ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનુ અગ્રવાલ લીડ રોલમાં હતી. ત્યારબાદ તે 'જુનૂન', 'ફિર તેરી કહાની યાદ આઈ', 'નસીબ', 'એલાન', 'કૈબ્રે' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં રાહુલ રોય વિનર બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો