તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતાનું દુઃખ:દીકરાના આરોપો પર કુમાર સાનુ બોલ્યા, મારો બંગલો આપી દીધો હતો પણ જ્યારે કોરોના સામે લડી રહ્યો હતો ત્યારે કોલ પણ ન કર્યો

2 મહિનો પહેલા

'બિગ બોસ'થી બેઘર થયેલા જાન કુમાર સાનુએ તેના પિતા કુમાર સાનુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જાને તો ત્યાં સુધી કહી દીધું કે કુમારે તેની માતા રીટા અને તેના માટે કઈ નથી કર્યું માટે તેના ઉછેર પર કમેન્ટ કરવાનો કોઈ હક નથી. હવે કુમાર સાનુએ દીકરાના આ આરોપોના જવાબ આપ્યા છે. પોતાનું દુઃખ શેર કરતા કહ્યું કે તેની માતા જે પણ ઇચ્છતી હતી મેં તે બધું કર્યું, તેમ છતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં કઈ નથી કર્યું તો મારી પાસે દરેક વસ્તુનો પુરાવો છે.

પહેલા કુમારે પોતાની વાત ફરી કરી
કુમારે કહ્યું, લોકોએ આ વીડિયો ફરીથી જોવો જોઈએ, મેં કહ્યું હતું કે નાલાયક વાતો કરવી ન જોઈએ. મેં તેને નાલાયક નથી કહ્યો. બીજી વાત એ કે આ જરૂરી છે કે મહારાષ્ટ્રમાં રહીને મહારાષ્ટ્રીયન્સનું સન્માન કરે. અને આ જ વસ્તુ તેને શીખવવાની હતી. આ જ વસ્તુ મેં કહી હતી, ઉછેર વિશે નહીં. તેનો ઉછેર ઘણો સારી રીતે થયો છે.

હવે દીકરાને ક્યારેય નહીં મળું- કુમાર
ત્યારબાદ કુમારે એ વાત પર પ્રતિક્રિયા આપી જેમાં જાને કહ્યું હતું કે મેં તેને મારા નામ સિવાય કઈ જ નથી આપ્યું. મેં તે લોકોને કોઈ સપોર્ટ નથી આપ્યો, આ સાંભળીને મને ઘણું દુઃખ થયું છે. બની શકે છે કે તે નાનો હોય એટલે તેને ખબર નહીં હોય કે જ્યારે 2001માં મારા ડિવોર્સ થયા ત્યારે મેં તેની માતાએ જે પણ કઈ માગ્યું તે બધું આપ્યું હતું. તેમણે કોર્ટ મારફતે જે પણ માગ્યું તે બધું આપ્યું, ત્યાં સુધી કે મારો બંગલો આશિકી પણ. મારો દીકરો મને મળતો રહેતો હતો પણ હવે તે ઇચ્છશે તો પણ નહીં મળું.

કુમારે શેર કરી ઘણી વાતો
પોતાના દીકરા સાથેના સંબંધની વાત કરતા સાનુ બોલ્યા, જ્યારે તેને મને કહ્યું કે બાબા અમને શોમાં લો, તો અમે તેને શોમાં લઈ લીધો. તેણે કહ્યું બાબા અમને મ્યુઝિક ડિરેક્ટર, પ્રોડ્યુસર સાથે મળાવો. તો હું તેને મહેશ ભટ્ટ, રમેશ તોરાની અને બાકી ઘણા લોકો પાસે લઇ ગયો, જેને હું લાંબા સમયથી જાણતો હતો. હવે જો તે લોકો કામ આપે કે નહીં તે તેના ઉપર છે, આ તેના ટેલેન્ટ પર નિર્ભર કરે છે, હું તેમાં કઈ નહીં કહું.

કોરોના સામે લડી રહ્યો હતો ત્યારે કોલ પણ ન આવ્યો
આગળ કહ્યું, તમે જ જણાવો આટલું બધું થયા પછી પણ શું મેં તેને મારા નામ સિવાય કઈ નથી આપ્યું. તે જ્યારે નાનો હતો ત્યારે તેના ઘરમાં કોઈ કમાનાર ન હતા. આવામાં આ બધું સાંભળીને ઘણો દુઃખી છું. આટલું જ નહીં જ્યારે મને કોરોના થયો હતો, મને તે ઘરથી એકપણ કોલ નથી આવ્યો, હજુ સુધી નહીં. જાને પણ મને અત્યાર સુધી કઈ નથી પૂછ્યું. પ્રેમ વન સાઇડેડ ન હોય અને તાળી એક હાથથી નથી વાગતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser