ભાસ્કર એક્સક્લુઝિવ:કાર્તિક આર્યનના સમર્થનમાં કુમાર મંગત પાઠક, કહ્યું- તે સ્ક્રિપ્ટમાં ક્યારેય ફેરફાર કરવાની ડિમાન્ડ કરતો નથી, આજે પણ પગે લાગ્યા બાદ જ વાત કરે છે

મુંબઈએક વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
કુમાર મંગતે કાર્તિક આર્યનને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં બ્રેક આપ્યો હતો
  • પ્રોડ્યૂસરે એક્ટરના અનપ્રોફેશનલ હોવાના આક્ષેપો નકાર્યા
  • સુભાષ ઘાઈએ કહ્યું, 'કાંચી'ના સમયે તે ડિસિપ્લિનમાં રહેતો, અત્યારની ખબર નથી

કરન જોહર સાથેના સંબંધોમાં આવેલી કડવાશ બાદથી કાર્તિક આર્યન પર સતત આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. બોલિવૂડનું એક જૂથ કાર્તિકને અનપ્રોફેશનલ કહી રહ્યું છે. તેના મગજમાં રાઈ ભરાઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાર્તિકે હજી સુધી આ અંગે કંઈ જ કહ્યું નથી. જોકે, તેની સાથે કામ કરી ચૂકેલા મેકર્સે તેના પ્રોફેશનલ બિહેવિયર અંગે ખુ્લ્લા મનથી વાત કરી હતી.

સુભાષ ઘાઈએ કહ્યું, શરૂઆતમાં બધા અબોધ હોય છે
કાર્તિકની પહેલી ફિલ્મ 'કાંચી'ના મેકર સુભાષ ઘાઈએ કહ્યું હતું, 'કોઈ પણ વ્યક્તિ કેવી છે તેની અસલી જાણ જ્યારે તેને સફળતા મળે ત્યારે જ થાય છે. શરૂઆતના સંઘર્ષમાં તમામ વિનમ્ર તથા અબોધ જ હોય છે. મારી સાથે તે હંમેશાં સ્ટૂડન્ટની જેમ રહેતો હતો. છેલ્લાં 3 વર્ષથી મુલાકાત થઈ નથી. ના તેણે ફોન કર્યો છે. ગોડ બ્લેસ હિમ. મારી શુભકામના તેની સાથે છે. 'કાંચી' બાદ મેં કોઈ સ્ક્રિપ્ટ માટે તેનો સંપર્ક કર્યો નથી.

કુમાર મંગતે કહ્યું, બહુ જ સારો વ્યક્તિ છે
'પ્યાર કા પંચનામા' જેવી હિટ સિરીઝમાં કાર્તિકને તક આપનાર પ્રોડ્યૂસર કુમાર મંગતે કહ્યું હતું કે તે ઘણો જ સમજદાર છે. તેના પર કોઈ સ્ટારડમ ચઢ્યું નથી. તેણે ક્યારેય મારી સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાની ડિમાન્ડ કરી નથી. આજે પણ જ્યારે તે મળે છે, ત્યારે પહેલાં પગે લાગે છે અને પછી જ વાત કરે છે. તેઓ એક સાથે ફિલ્મ કરી રહ્યાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ફ્લોર પર જશે.

કેમ થયો વિવાદ?
કરન જોહરની 'દોસ્તાના 2'માંથી હટાવ્યાના માત્ર 1 મહિનોને 10 દિવસ પછી રેડ ચિલીઝની ફિલ્મ 'ફ્રેડી'માંથી કાર્તિક આર્યનને હાંકી કાઢવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પહેલી જ વાર કેટરીના કૈફ સાથે કામ કરવાનો હતો. કાર્તિકે સાઈનિંગ અમાન્ટ 2 કરોડ રૂપિયા પરત આપી દીધી હતી.

કાર્તિક ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માગતો હતો
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના મતે, કાર્તિક ફિલ્મની સ્ક્રિપ્ટ બદલવા માગતો હતો. આ પહેલાં 'દોસ્તાના 2'માં પણ કાર્તિક સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવા માગતો હતો. જોકે, રેડ ચિલીઝની ફિલ્મ ફ્લોર પર ગઈ નહોતી. ફિલ્મની માત્ર જાહેરાત જ કરવામાં આવી હતી. 'દોસ્તાના 2'માં કાર્તિકે 20 દિવસનું શૂટિંગ કર્યું હતું અને એ જ કારણે ધર્મા પ્રોડક્શનને ખાસ્સું એવું નુકસાન પણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...