KRKનો દાવો- 'પઠાન'નું ટાઇટલ બદલાશે:બોલ્યોઃ 'ફિલ્મમાં ભગવા રંગની બિકીની જોવા મળશે નહીં, રિલીઝ ડેટ ચેન્જ થશે'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિવાદની વચ્ચે શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' 25 જાન્યુઆરીએ રિલીઝ થવા માટે તૈયાર છે. હવે સેલ્ફ ક્લેમ્ડ ક્રિટિક KRK એટલે કે કમાલ આર ખાને ફિલ્મ અંગે એક દાવો કર્યો છે. કમાલ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે શાહરુખ ખાનની આ ફિલ્મનું નામ બદલવામાં આવશે. આટલું જ નહીં તેણે એમ પણ કહ્યું હતું કે મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટ બદલવાનું વિચારી રહ્યા છે.

'પઠાન'નું ટાઇટલ બદલાશે કમાલ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ કન્ફર્મ છે કે 'પઠાન'નું ટાઇટલ ચેન્જ થશે. ગીતમાં ભગવા રંગની બિકીની જોવા મળશે નહીં. મેકર્સ રિલીઝ ડેટ ચેન્જ કરવાનું વિચારી રહ્યા છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ આજકાલમાં આવશે.'

'મેં તો પહેલેથી જ કહ્યું હતું કે ટાઇટલ ખોટું છે'
કમાલ ખાને કહ્યું હતું, 'આજે 'પઠાન'નું ટ્રેલર રિલીઝ થયું નહીં. આ પુરાવો છે કે મેં થોડાં દિવસ પહેલાં જે વાત કરી હતી તે સાચી છે. શાહરુખે ફિલ્મનું ટાઇટલ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. મેં તો ફિલ્મની જાહેરાત થઈ ત્યારે જ કહ્યું હતું કે ટાઇટલ ખોટું છે, પરંતુ શાહરુખે ત્યારે મારી વાત માની નહીં. હવે તે મારી વાત માનવા મજબૂર થયો છે.' નોંધનીય છે કે કમાલ ખાન ઘણાં સમયથી ફિલ્મની રિલીઝ ડેટ ને ટાઇટલ ચેન્જ થશે તેવો દાવો કરે છે.

પોસ્ટ પર યુઝર્સે રિએક્ટ કર્યું
યુઝર્સે કમાલ ખાનની પોસ્ટ પર કમેન્ટ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે જો રિલીઝ ડેટ પોસ્ટપોન ના થઈ તો તમે ફિલ્મ રિવ્યૂ આપવાનો બંધ કરી દેજો.' અન્ય એકે કહ્યું હતું કે આવું કંઈ જ થવાનું નથી. ત્રીજાએ કમેન્ટ કરી હતી કે 'પઠાન'નું નામ ચેન્જ થશે નહીં.

સેન્સર બોર્ડે ફિલ્મમાં ફેરફાર સૂચવ્યા
CBFCના ચેરપર્સન પ્રસૂન જોષીએ કહ્યું હતું, 'અમે મેકર્સને કહ્યું છે કે ફિલ્મ રિલીઝ પહેલાં રિવાઇઝ્ડ વર્ઝન સબમિટ કરે.' સેન્સર બોર્ડ ફિલ્મ જોયા બાદ આ ફેરફારના સૂચનો આપ્યા છે. વધુમાં પ્રસૂન જોષીએ 'પઠાન' અંગે કહ્યું હતું, 'સેન્સર બોર્ડ હંમેશાંથી જ ક્રિએટિવિટી તથા દર્શકોની સંવેદનશીલતાની વચ્ચે બેલેન્સ બનાવીને રાખે છે. અમને વિશ્વાસ છે કે વાતચીતના માધ્યમથી અમે કોઈને કોઈ રસ્તા કાઢી લઈશું.' ઉલ્લેખનયી છે કે આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

પ્રસૂન જોષીએ કહ્યું હતું, 'હાલમાં જ ફિલ્મ 'પઠાન' અમારી પાસે એક્ઝામિનેશન માટે આવી હતી. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હું ફરી કહેવા માગીશ કે આપણી સંસ્કૃતિ તથા માન્યતા મહાન છે. આપણે આ અંગે ઘણાં જ સાવચેત રહેવાની જરૂર છે કે બેકારની વાતોથી આ પ્રભાવિત ના થાય.

ગીતમાં દીપિકાની ઓરેન્જ બિકીનીને કારણે વિવાદ
'પઠાન'ના ગીત 'બેશરમ રંગ..'માં દીપિકાએ ઓરેન્જ બિકીની પહેરી છે. ઓરેન્જ બિકીનીને કારણે વિવાદ થયો હતો. આ વાત ઘણા લોકોને ગમી નથી. વિરોધ કરનારા લોકોએ કહ્યું હતું કે ભગવો રંગ હિંદુ ધર્મનું પ્રતીક છે. ભગવા જેવા પવિત્ર રંગનો પ્રયોગ બિકીની માટે કરી શકાય નહીં. શાહરુખ-દીપિકાની આ ફિલ્મનો વિરોધ મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં શાહરુખનાં પૂતળાં પણ સળગાવવામાં આવ્યાં હતાં. બિહારમાં શાહરુખ-દીપિકા સહિત 5 લોકો પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો તથા અશ્લીલતા ફેલાવવાના આક્ષેપમાં કેસ કરવામાં આવ્યો છે.

શાહરુખ ખાન 'પઠાન'થી ચાર વર્ષ બાદ બિગ સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. શાહરુખ છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. 'પઠાન'નું બજેટ અંદાજે 250 કરોડ રૂપિયાનું છે. થોડાં દિવસ પહેલાં આ ફિલ્મનું બીજું ગીત 'ઝૂમ જો પઠાન..' રિલીઝ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...