હાલમાં જ પોતાને ફિલ્મ ક્રિટિક કહેનાર KRKએ સો.મીડિયામાં વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે. KRKએ કહ્યું હતું કે 'બ્રહ્માસ્ત્ર'એ અપેક્ષા પ્રમાણે કલેક્શન કર્યું નહોતું, આ જ કારણે કરન જોહરે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. વધુમાં KRKએ કહ્યું હતું કે 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થયા બાદ કરન જોહર દેવાળીયો થઈ ગયો હતો, પરંતુ મુકેશ અંબાણીએ 300 કરોડની લોન આપીને થોડી રાહત આપી હતી.
સુસાઇડ કરવાનો હતોઃ KRK
કમાલ રાશિદ ખાન ઉર્ફે KRK પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતા છે. હાલમાં જ તેણે કરન જોહર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. કમાલ ખાને કહ્યું હતું, 'સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરન જોહરે 'બ્રહ્માસ્ત્ર'માં નુકસાન થવાથી પોતાના ઘરે સુસાઇડનું નાટક કર્યું હતું. તે સમયે મુકેશ અંબાણીએ 300 કરોડ રૂપિયાની લોન આપી હતી. હવે સવાલ એ છે કે કરન દુનિયાને કેમ નથી કહેતો કે તે 'બ્રહ્માસ્ત્ર'ને કારણે દેવાદાર થઈ ગયો છે.'
'બ્રહ્માસ્ત્ર'ની કમાણી પર સવાલ કર્યા
આ પહેલાં પણ કમાલ ખાને કરન જોહરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની કમાણી અંગે વાત કરી હતી. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે કમાલ ખાને ફિલ્મની કમાણી પર સવાલ કર્યા હતા. કમાલ ખાને તે સમયે કહ્યું હતું, 'થિયેટર ખાલી છે, પરંતુ ફિલ્મ બિઝનેસ કરે છે. કારણ કે ફિલ્મને જોવા માટે ગુરુ તથા મંગળ ગ્રહ પરથી એલિયન્સ ધરતી પર આવે છે.
ફિલ્મે 430 કરોડની કમાણી કરી
કમાલ ખાન ફિલ્મને ફ્લોપ ગણાવે છે, પરંતુ ફિલ્મે વર્લ્ડવાઇક 430 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મના VFX ઘણાં જ મોંઘા છે.
9 સપ્ટેમ્બર, 2022એ ફિલ્મ રિલીઝ થઈ હતી
આ ફિલ્મ 9 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન, શાહરુખ ખાન તથા મૌની રોય છે. ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મનો બીજો ભાગ પણ આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.