માનહાનિ કેસ વિવાદ:KRKએ સલમાનને પડકાર ફેંક્યો, કહ્યું- હવે તે વિનંતી કરે કે મારા પગે પડે, તેની ફિલ્મ- ગીતોનો રિવ્યૂ બંધ નહીં કરું

મુંબઈ8 મહિનો પહેલા
  • આ પહેલાં કમાલ ખાને સલમાનની ફિલ્મના રિવ્યૂ નહીં કરે તેવી જાહેરાત કરી હતી

છેલ્લાં કેટલાંક દિવસોથી એક્ટર તથા પ્રોડ્યૂસર સલમાન ખાને કમાલ રાશિદ ખાન (KRK) વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે. ત્યારબાગ કમાલ ખાને દાવો કર્યો હતો કે સલમાન ખાને આ કેસ 'રાધે'નો નેગેટિવ રિવ્યૂ કરવાને કર્યો છે. ત્યારબાદ કમાલ ખાને જાહેરાત કરી હતી કે તે ભવિષ્યમાં હવે ક્યારેય સલમાન ખાનની ફિલ્મનો રિવ્યૂ કરશે નહીં. જોકે, હવે કમાલ ખાનનું મન બદલાઈ ગયું છે. તેણે સો.મીડિયામાં ઘોષણા કરી છે કે સલમાન ખાન જો તેના પગે પણ પડે તો પણ તે તેની ફિલ્મનો રિવ્યૂ કરવાનું બંધ કરશે નહીં.

સો.મીડિયામાં શું કહ્યું?
કમાલ ખાને લેટેસ્ટ સો.મીડિયા પોસ્ટમાં પડકાર આપ્યો હતો, 'સામાન્ય રીતે પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર ના પડે ત્યારે તે ફિલ્મનો રિવ્યૂ કરતો નથી. જોકે, હવે તે વ્યક્તિ (સલમાન ખાન) મને વિનંતી કરે અથવા મારા પગે પડે તો પણ તેની ફિલ્મ તથા ગીતના રિવ્યૂ કરીશ. સત્યમેવ જયતે. જય હિંદ.'

સલમાનના પિતાનો આભાર માન્યો

આ પહેલાં કમાલ ખાને સલીમ ખાનના એ ઈન્ટરવ્યૂનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે 'રાધે' ગ્રેટ ફિલ્મ ના હોવાનું કહ્યું હતું. કમાલે કહ્યું હતું, 'સલમાનના પિતા સલીમ ખાન સાહેબે પોતાના ઈન્ટરવ્યૂમાં 'રાધે'ને ગ્રેટ ફિલ્મ કહી નથી. એનો અર્થ એ છે કે તે સલમાનને સંકેત આપે છે કે તેણે મારા વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાને બદલે ફિલ્મ ખરાબ છે, તે સ્વીકારી લેવું જોઈએ. સત્યને સમર્થન આપવા માટે સલીમ સાહેબ આભાર.'

'આ વખતે ખોટી વ્યક્તિ સાથે ઝઘડો લીધો'

અન્ય એક પોસ્ટમાં કમાલ ખાને સલમાન ખાન અત્યાર સુધી જે સેલેબ્સ સાથે ઝઘડી ચૂક્યો છે, તેનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું હતું, 'વિવેક (ઓબેરોય), જ્હોન (અબ્રાહમ), અરિજીત (સિંહ) સીધા છોકરાઓ છે. જોકે, આ વખતે ખોટા વ્યક્તિ સાથે પંગો લીધો છે.'

કેસ અંગે સલમાનની ટીમે ચોખવટ કરી હતી
કમાલ ખાને દાવો કર્યો હતો કે સલમાનની 'રાધે'ના નેગેટિવ રિવ્યૂ માટે તેની પર માનહાનિનો કેસ કર્યો છે. જોકે, સલમાનની લીગલ ટીમે કહ્યું હતું કે કમાલ માનહાનિના કેસ કરવાનું જે કારણ આપે છે, તે તદ્દન ખોટું છે.

ટીમે વધુમાં કહ્યું હતું કે કમાલ ખાન વિરુદ્ધ માનહાનિનો કેસ એટલા માટે કરવામાં આવ્યો છે, કારણ કે તેણે સલમાનને બદનામ કરવા માટે અનેક આક્ષેપો મૂક્યા છે. તેને ભ્રષ્ટ કહ્યો અને તેની સંસ્થા બીઈંગ હ્યુમન પર છેતરપિંડી તથા પૈસાની હેરફેરનો આક્ષેપ મૂક્યો છે. સલમાનની ટીમ પ્રમાણે, કમાલ ખાન છેલ્લાં ઘણાં સમયથી અભિવ્યક્તિની આઝાદીના નામ પર સલમાનને બદનામ કરી રહ્યો છે. તો કમાલ ખાને આ તમામ દાવાઓને નકાર્યા છે.