વાઈરલ વીડિયો:ક્રિતિ સેનને આઉટડોર વર્કઆઉટનો વીડિયો શેર કર્યો, જેમાં તે એકદમ ગ્લેમરસ દેખાઈ રહી છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસિસમાંથી એક ક્રિતિ સેનન હંમેશાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટના વીડિયો શેર કરતી રહે છે. ક્રિતિએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પહેલા આઉટડોર શૂટ વ્લોગ વિશે જણાવી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરતા ક્રિતિએ કેપ્શનમાં લખ્યું, તમારા બધા માટે એક બીજો વ્લોગ. મારું પહેલું આઉટડોર વર્કઆઉટ અને તે ઘણું સારું હતું.

ક્રિતિ સેનનનું વર્કફ્રન્ટ
ક્રિતિ છેલ્લે બચ્ચન પાંડેમાં અક્ષય કુમાર અને અરસદ વારસીની સાથે જોવા મળી હતી. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘શહઝાદા’,‘ગણપત’, ‘ભેડિયા’ અને ‘આદિપુરુષ’માં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, 'લુકા છુપ્પી' બાદ કાર્તિક આર્યન તથા ક્રિતિ સેનન ફિલ્મ 'શહઝાદા'માં સાથે કામ કરી રહ્યાં છે. એક્શન પેક્ડ આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ મોરિશિયસમાં કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર કાર્તિક તથા ક્રિતિ એકબીજાને ગળે મળતાં જોવા મળ્યાં હતાં. આ જ કારણે બી ટાઉનમાં ચર્ચા થવા લાગી કે બંને એકબીજાને ડેટ કરે છે.

'શહઝાદા' અલ્લુ અર્જુનની ફિલ્મ 'અલા વૈકુંઠપુરમુલૂ'ની રિમેક
'અલા વૈકુંઠપુરમુલૂ'માં લીડ રોલમાં અલ્લુ અર્જુન હતો. સાઉથમાં આ ફિલ્મ સુપરહિટ રહી હતી. 'શહઝાદા'માં કાર્તિક-ક્રિતિ ઉપરાંત મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય તથા સચિન ખેડકર છે. આ ફિલ્મ 4 નવેમ્બર, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

હાલમાં જ જ્યારે બંનેના લિન્ક-અપની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે અભિનેત્રીએ પોતાના રિલેશનને લઈને ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, લોકોએ કંઈપણ કહેતા કે સાંભળતા પહેલા સત્ય જાણવું જોઈએ. હું અને કાર્તિક સારા મિત્રો છીએ.