લોકડાઉન મેમરીઝ:કૃતિ ખરબંદાને ફરી પોલ ડાન્સની યાદ આવી, થોડા દિવસ પહેલાં ઘરે પોલ ફિટ ન કરાવવાનો અફસોસ જતાવ્યો હતો

મુંબઈ3 વર્ષ પહેલા

લોકડાઉનમાં ઘરે રહીને કૃતિ ખરબંદાને તેના પોલ ડાન્સની યાદ આવી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લોકડાઉન પહેલાંનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોલ ડાન્સ વર્કઆઉટ કરતી દેખાઈ છે. તેણે તેના ટ્રેનરનો પણ આભાર માન્યો હતો.

થોડા દિવસ પહેલાં પણ કૃતિએ પોલ ડાન્સનો થ્રોબેક વીડિયો શેર કર્યો હતો. સાથે તેને અફસોસ પણ જતાવ્યો હતો કે તેણે ઘરે પોલ ફિટ નથી કરાવ્યો. તેણે લખ્યું હતું કે, મારા ગમતા વર્કઆઉટની યાદો. ઘરે પોલ નહીં લાગવાનો અફસોસ ખરેખર છે. આ લોકડાઉન પછીના મારા કરવાના કામમાં આને એડ કરું છું.

હાલ કૃતિ તેના બોયફ્રેન્ડ પુલકિત સમ્રાટ સાથે ઘરે જ છે. બંને કોઈને કોઈ પ્રવૃત્તિ કરીને તેમનો સમય પસાર કરતા હોય છે. તેઓ કીબોર્ડ વગાડતા, એકબીજાને હેર ઓઇલ મસાજ આપતા દેખાયા છે. સોશિયલ મીડિયા પર તેઓ પોસ્ટ શેર કરતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...