ક્લોઝ ફ્રેન્ડનો ખુલાસો:સુશાંતની લાઈફ રિયા આવ્યા બાદ બદલાઈ ગઈ હતી, તેને મિત્રો સાથે ટચમાં રહેવાની પણ આઝાદી ન હતી

2 વર્ષ પહેલા
  • પોતાને સુશાંતની ક્લોઝ ફ્રેન્ડ કહેનારી ક્રિસને તેની પોસ્ટમાં લખ્યું કે, બધુ ત્યારે બદલાઈ ગયું જ્યારે રિયા તેની લાઈફમાં આવી
  • ક્રિસને કહ્યું કે, સુશાંતને તે છેલ્લે 5 એપ્રિલ 2019ના રોજ મળી હતી

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં અવનવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોતાને સુશાંતની ક્લોઝ ફ્રેન્ડ કહેનારી ટીવી એક્ટ્રેસ ક્રિસન બરેટોએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેણે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી પર આરોપ મુક્યા છે અને અનેક વાતો શેર કરી છે.

રિયાના આવ્યા બાદ સુશાંત બદલાઈ ગયો
ક્રિસને લખ્યું કે, ‘જ્યારથી સુશાંતે આ મહિલા (રિયા) સાથે ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારથી અમારા કોઈ પણ મિત્રો સાથે તેને ટચમાં રહેવાની આઝાદી ન હતી. તેનો મોબાઈલ નંબર પણ બદલાઈ ગયો હતો. અમે તેનો સંપર્ક કરવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ કરી ન શક્યા.’ ક્રિસને કહ્યું કે, સુશાંતને તે છેલ્લે 5 એપ્રિલ 2019ના રોજ મળી હતી.

ક્રિસન લખે છે કે, ‘સુશાંત, તેની બહેન (પ્રિયંકા સિંહ), જિજાજી અને હું અમે બધા એ તેના પાલી હિલવાળા ઘરે સારો સમય પસાર કર્યો હતો. અમે વર્ક અને લાઈફ વિશે ચર્ચા કરી હતી.’

સુશાંત ટચમાં રહ્યો ન હતો
‘સુશાંત અને મારા ઘણા કોમન ફ્રેન્ડ્સ હતા અમે જલ્દી મળવાનો પ્લાન પણ બનાવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે સુશાંત ટચમાં જ રહ્યો ન હતો. અમને લાગ્યું કે સુશાંત પ્રેમમાં પડ્યો છે તો તે હનીમૂન ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે, પંરતુ અમે ક્યારે નહોતું વિચાર્યું કે આવું કંઈ થઈ શકે છે. મેં પણ સુશાંતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અન્ય મિત્રો પાસે પણ તેનો નંબર ન હતો. મેં આ વર્ષે માર્ચ મહિનામાં સુશાંતને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો પરંતુ તેનો કોઈ રિપ્લાય આવ્યો નહીં.’

સુશાંત સુસાઈડ ન કરી શકે
24 વર્ષીય ક્રિસને આગળ લખ્યું કે, ‘હું વિચારી પણ નથી શકતી કે જેણે અમને મોટા સપના જોવા અને તેને પૂરા કરવા માટે મોટિવેશન આપ્યું તે આવું કરી શકે છે. તે ખૂબ ખુશ રહેતો હતો. બધુ ત્યારે બદલાઈ ગયું જ્યારે રિયા તેની લાઈફમાં આવી અને બંનેએ ડેટ કરવાનું શરૂ કર્યું.’

‘હું જાણું છું કે કેટલાક લોકો આ વિશે કંઈ નહીં બોલે કારણ કે તેમને ડર છે કે તેમનું કરિયર અને લાઈફ જોખમમાં મૂકાઈ જશે. જ્યારે મેં મારી વાત લોકો સમક્ષ રજૂ કરી તો મને પણ કોલ આવતા હતા. હું પણ ગભરાયેલી છું. જો સુશાંત સાથે આ બધુ થઈ શકે છે તો કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ થઈ શકે છે.’