જેકી શ્રોફની દીકરીનો બોલ્ડ અવતાર:કૃષ્ણા શ્રોફ મેગેઝિન કવર ફોટોશૂટ માટે ટોપલેસ થઈ, દિશા પટની સહિતના સેલેબ્સે વખાણ કર્યાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'કિન્ની કિન્ની વારી' ગીતથી કૃષ્ણાએ એક્ટિંગ ડેબ્યૂ કર્યું.

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન તથા જેકી શ્રોફની દીકરી કૃષ્ણા સો.મીડિયામાં ઘણી જ લોકપ્રિય છે. કૃષ્ણા પોતાની બોલ્ડ તસવીરો અવાર-નવાર પોસ્ટ કરતી હોય છે. હાલમાં જ કૃષ્ણાએ 'કિન્ની કિન્ની વારી' મ્યૂઝિક વીડિયોથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. હવે કૃષ્ણા લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે.

ટોપલેસ ફોટોશૂટમાં જોવા મળી
કૃષ્ણા શ્રોફે હાલમાં જ એક મેગેઝિનના કવર માટે એકદમ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ટોપલેસ ફોટોશૂટમાં કૃષ્ણાએ લેધર પેન્ટ તથા ગ્લવઝ પહેર્યાં છે.

દિશા પટનીએ વખાણ કર્યાં
તસવીર સામે આવતા જ કૃષ્ણાની બેસ્ટ ફ્રેન્ડ દિશા પટનીએ વખાણ કર્યાં હતાં. એક્ટ્રેસે કહ્યું હતું, 'આ બૉડી ઘણી જ સારી છે.' દિશા ઉપરાંત એલી અવરામ, અથિયા શેટ્ટી, સિદ્ધાંત કપૂર, અમૃતા અરોરા, માલવિકા રાજ સહિતના સેલેબ્સે કૃષ્ણાની બોલ્ડ તસવીર પર કમેન્ટ્સ કરી હતી.

'કિન્ની કિન્ની વારી' ગીતથી એક્ટિંગ ડેબ્યૂ
ભાઈ તથા પિતાની જેમ જ કૃષ્ણાએ પણ એક્ટિંગ વર્લ્ડમાં કામ કરવાની શરૂઆત કરી છે. પહેલી જુલાઈના રોજ કૃષ્ણાનો પહેલો મ્યૂઝિક વીડિયો રિલીઝ થયો હતો. આ ગીતમાં કૃષ્ણા ઘણી જ સુંદર લાગતી હતી. 'કિન્ની કિન્ની વારી' ગીતને રાશિ સૂદે ગાયું છે. ગીતમાં કૃષ્ણા શ્રોફની સાથે એક્ટ્રેસ જન્નત ઝુબૈર, જ્હોની લિવરની દીકરી જેમી તથા નગ્મા-તન્વી પણ જોવા મળે છે.

બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે
ટાઈગરની બહેન કૃષ્ણા હંમેશાં બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. કૃષ્ણાના સંબંધો ફુટબોલર ઇબન હાય્મ્સ સાથે હતા. જોકે, ગયા વર્ષે ડિસેમ્બરમાં બંનેનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ બાદ કૃષ્ણાએ બોયફ્રેન્ડની તમામ તસવીરો સો.મીડિયામાંથી ડિલિટ કરી નાખી હતી.