કપૂર-ભટ્ટ પરિવારના આંગણે રૂડો અવસર:ક્રિશ્ના રાજ બંગલો દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો, આલિયા-રણબીરના લગ્નમાં 200 બાઉન્સર્સ હશે

મુંબઈ3 મહિનો પહેલા

રણબીર-આલિયાએ ભલે લગ્ન અંગે હજી સુધી કોઈ કન્ફર્મેશન ના આપ્યું હોય, પરંતુ આલિયાના કાકા રોબિન ભટ્ટે લગ્ન 17 એપ્રિલે હોવાની વાત કહી હતી. લગ્નને હવે માંડ 7 દિવસની વાર છે. ત્યારે ક્રિશ્ના રાજ બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. રણબીર કપૂરે પોતાના ફ્લેટ વાસ્તુના બેંક્વેટ હોલને 8 દિવસ માટે બુક કર્યો છે. માનવામાં આવે છે કે રણબીર-આલિયા ચેમ્બુર સ્થિત RK હાઉસમાં લગ્ન કરવાના છે.

ક્રિશ્ના રાજ બંગલોને ડેકોરેટ કરવામાં આવ્યો, તસવીરોમાં...

નીતુ સિંહે કહ્યું હતું, કોના લગ્ન?
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ્યારે ફોટોગ્રાફર્સે નીતુ સિંહને દીકરાના લગ્ન અંગે સવાલ કર્યો હતો તેમણે કહ્યું હતું, 'કોના લગ્ન? ભગવાન જાણે. મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટે કહ્યું હતું કે સોની રાઝદાને તેમને લગ્ન અંગે કંઈ પણ કહેવાની ના પાડી છે. જ્યારે મહેશ ભટ્ટના બીજા ભાઈ રોબિન ભટ્ટે લગ્ન અંગે પુષ્ટિ કરી હતી. આલિયાના ભાઈ રાહુલે પણ લગ્નમાં કઈ રીતે સિક્યોરિટી રાખવામાં આવશે તે અંગે વાત કરી હતી.

લગ્નમાં 200 બાઉન્સર્સ હશે
રાહુલ ભટ્ટે કહ્યું હતું કે આલિયા-રણબીરના લગ્નમાં યુસુફ ભાઈને સિક્યોરિટીની જવાબદારી આપવામાં આવી છે. મુંબઈમાં તે સિક્યોરિટી ફોર્સ '9/11' ચલાવે છે. લગ્નમાં આ જ એજન્સીને હાયર કરવામાં આવી છે. આ એજન્સીમાંથી 200 બાઉન્સર્સને બોલાવવામાં આવ્યા છે. રાહુલની પોતાની ટીમના પણ 10 લોકો સિક્યોરિટી માટે જશે.

ડાબેથી, રાહુલ-આલિયા-મુહેશ તથા પૂજા ભટ્ટઃ ફાઇલ તસવીર.
ડાબેથી, રાહુલ-આલિયા-મુહેશ તથા પૂજા ભટ્ટઃ ફાઇલ તસવીર.

સિક્યોરિટી ગાર્ડ માટે ખાસ રિક્વાયરમેન્ટ
રાહુલે આગળ કહ્યું હતું કે સિક્યોરિટી ગાર્ડ્સ માટે એક્ટરના પરિવાર તરફથી ખાસ રિક્વાયરમેન્ટ મૂકવામાં આવી છે. તેમની ઈચ્છા છે કે સિક્યોરિટી ગાર્ડ્સની પર્સનાલિટી સારી હોવી જોઈએ, તે પ્રભાવશાળી લાગવા જોઈએ, ડિપ્લોમેટિક હોય, અંગ્રેજી બોલી શકે, બહુ જ વિનમ્ર સ્વભાવ હોય અને નોન-સ્મોકર હોય તે જરૂરી છે.

રાહુલે કહ્યું હતું કે સિક્યોરિટી ગાર્ડ્સ RK હાઉસ તથા વાસ્તુ અપાર્ટમેન્ટમાં મૂકવામાં આવશે. ડ્રોનના કાઉન્ટમેજર્સ પણ લેવામાં આવ્યા છે. ગેસ્ટની સાથે એક રોવિંગ પેટ્રોલ ઓફિસર રાખવામાં આવશે. સિક્યોરિટી અંગે સઘન પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

રિશી કપૂરે 1980માં આ બંગલો ખરીદ્યો હતો
ઉલ્લેખનીય છે કે 1980માં સ્વ. રિશી કપૂર તથા નીતુ સિંહે મુંબઈના બાંદ્રા પાલી હિલ સ્થિત ક્રિશ્ના રાજ બંગલો ખરીદ્યો હતો. આ બંગલામાં રિશી-નીતુ બંને સંતાનો રણબીર તથા રિદ્ધિમા સાથે 35 વર્ષથી પણ વધુ સમય રહ્યા હતા. જોકે, પછી રિશી-નીતુએ આ બંગલો તોડીને ત્યાં 15 માળની બિલ્ડિંગ બાંધવાનું નક્કી કર્યું હતું. છેલ્લાં છ વર્ષથી અહીંયા બિલ્ડિંગ બને છે. લગ્ન બાદ રણબીર-આલિયા અહીંયા પૂજા કરશે.

ક્રિશ્ના રાજ બંગલોમાં પ્રથમ છ માળ માત્ર પાર્કિંગ માટે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ છ માળ માત્ર કાર પાર્કિંગના રહેશે. અહીંયા કપૂરની 45 કાર્સ પાર્ક થઈ શકશે. ઉપરના માળે લક્ઝૂરિયસ અપાર્ટમેન્ટ રહેશે, જેમાં બે ટ્રિપ્લેક્સ તથા 4 નાના ફ્લેટ છે. સાતમા માળે બે ફ્લેટ રહેશે, જે 1100 તથા 2000 સ્કેવર ફૂટના હશે. આઠમા માળે 1100 તથા 930 સ્કેવર ફૂટ ના બે ફ્લેટ હશે. 9મા, 10મા તથા 11મા માળે ટ્રિપ્લેક્સ હશે અને તે અંદાજે 4500 સ્કેવર ફૂટના હશે. 12, 13 તથા 14મા માળે પણ ટ્રિપ્લેક્સ હશે. ઓપન સ્વિમિંગ પૂલ, ટેરેસ તથા લૉન્જ પણ છે.