બોલિવૂડમાં કોરોના:કોંકણા સેન-રણવીર શૌરીના 10 વર્ષીય દીકરાનો રિપોર્ટ પોઝિટિવ, ગોવામાં વેકેશન મનાવવા ગયો હતો

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણવીર શૌરી તથા હારુન શૌરીમાં કોરોનાના કોઈ જ લક્ષણો નથી

ભારતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે અને તેમાં પણ ઓમિક્રોનને કારણે ડરનો માહોલ છે. બોલિવૂડ સ્ટાર રણવીર શૌરીના 10 વર્ષીય દીકરા હારુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રણવીર શૌરીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

શું કહ્યું રણવીરે?
રણવીરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હું અને મારો દીકરો વેકેશન મનાવવા માટે ગોવા ગયા હતા. મુંબઈ પરત ફરતાં પહેલાં અમે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. મારા દીકરા હારુનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમારા બંનેમાં કોરોનાના કોઈ જ લક્ષણો નથી. રિપોર્ટ આવ્યો એટલે અમે તરત જ ક્વૉરન્ટિન થઈ ગયા. આ વેવ રિયલ છે.'

રણવીરને ફેબ્રુઆરીમાં કોરોના થયો હતો
રણવીરને આ વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના થયો હતો. રણવીરે તે સમયે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ છે. તેનામાં કોરોનાના હળવા લક્ષણો છે.

લગ્નના પાંચ વર્ષ બાદ અલગ થયા
રણવીર શૌરીએ બોલિવૂડ એક્ટ્રેસ કોંકણા સેન શર્મા સાથે લગ્ન કર્યાં હતાં. 2011માં કોંકણાએ દીકરા હારુનને જન્મ આપ્યો હતો. જોકે, લગ્નના પાંચ વર્ષ બાદ જ રણવીર તથા કોંકણા અલગ થઈ ગયા હતા.

હાલમાં જ આ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા
ઉર્મિલા માતોંડકર, કમલ હાસન, તનિષા મુખર્જી, કરીના કપૂર, મહિપ કપૂર, સીમા ખાન, સીમા ખાનનો 10 વર્ષીય દીકરો યોહાન, શનાયા કપૂર તથા અમૃતા અરોરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટીવી સેલેબ્સની વાત કરીએ તો નકુલ મહેતા, અર્જુન બિજલાણીને પણ કોરોના થયો છે.