તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
'તમે એ કહી શકો કે આ ફિલ્મ બાળકો માટે છે અથવા એડલ્ટ ફિલ્મ છે. ત્યારબાદ વ્યક્તિને ચોઈસ કરવાનો હક હોવો જોઈએ.' આ શબ્દો છે બોલિવૂડ એક્ટ્રેસ કોંકણા સેનના. કોંકણાની ફિલ્મ 'રામ પ્રસાદ કી તેરહવી' પહેલી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં કોંકણાએ પોતાની કરિયર અંગે વાત કરી હતી.
સવાલઃ OTT પર સેન્સરશિપ આવશે, તો તમે આ વિશે શું વિચારો છો?
જવાબઃ મને તો OTT પ્લેટફોર્મ પર સેન્સરશિપ આવે તે વાત યોગ્ય લાગતી નથી. હું સેન્સરશિપમાં વિશ્વાસ કરતી નથી. તમે કહી શકો કે આ ફિલ્મ બાળકો માટે છે, એડલ્ટ ફિલ્મ છે. કઈ ઉંમર માટે યોગ્ય છે કે નથી. ત્યારબાદ વ્યક્તિને પસંદગીનો હક હોવો જોઈએ કે તેને શું જોવું છે.
સવાલઃ 20 વર્ષની કરિયરમાં તમે પેરેલલ સિનેમા, મેનસ્ટ્રીમ સિનેમા તથા વેબ સિરીઝ સહિત બધું જ ટ્રાય કર્યું છે, શેમાં કામ કરવાની વધુ મજા આવી?
જવાબઃ એક્ટર તરીકે મને દરેક પ્રકારના કામ કરવામાં મજા આવે છે. પછી તે વેબ સિરીઝ હોય, જેમાં મારા પાત્રના અનેક શેડ્સ હોય છે અને તે ધીમે ધીમે રજૂ થાય છે. શોર્ટ ફોર્મેટ ફિલ્મ કે શોર્ટ ફિલ્મ. મને દરેક પ્રકારના રોલ પ્લે કરવા પસંદ છે.
સવાલઃ સિનેમા હવે ડિજિટલ પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહ્યું છે, આ ટ્રેન્ડને સારો કે ખરાબ?
જવાબઃ મને લાગે છે કે ડિજિટલ પ્લેટફોર્મનો ટ્રેન્ડ લૉકડાઉન પહેલાં જ શરૂ થઈ ચૂક્યો હતો, કારણ કે અનેક એવા શો છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર હિટ રહ્યાં છે. લૉકડાઉન દરમિયાન આ ટ્રેન્ડમાં વધારો થયો, કારણ કે થિયેટર બંધ હતા. મારા હિસાબે આ ટ્રેન્ડ ઘણો જ ફાયદાકારક છે. સારું કન્ટેન્ટ બહાર આવી રહ્યું છે. પછી તે ફિલ્મ હોય કે વેબ સિરીઝ. તમારી પાસે તમામ પ્રકારના કન્ટેન્ટ જોવાનું ઓપ્શન છે. આ સાથે જ ડિજિટલ પ્લેટફોર્મની ખાસ વાત એ છે કે અત્યાર સુધી આ ફોર્મેટ સ્ટાર પર આધારિત નથી.
સવાલઃ તમે હંમેશાં હટકે કામ કર્યું છે, આ સમજી વિચારીને ભરેલું પગલું છે કે તમને એવી જ ઑફર મળે છે?
જવાબઃ સાચું હું તો બંને વાત સાચી છે. હું હંમેશાં એવા રોલ કરવા માગું છું, જેનાથી હું રિલેટ થઈ શકું. મારા પાત્રથી, સ્ટોરીથી. મને મારા રોલની સાથે એક્સપરિમેન્ટ કરવાની તક મળે, પરંતુ ક્યારેય એવો રોલ ઓફર થયો નથી કે જેમાં હું ડેકોરિટેવ પીસ લાગું. આવા રોલ કરવાની મારી ઈચ્છા પણ નથી.
સવાલઃ સોશિયલ મીડિયાની વધતી જતી નેગેટિવ વચ્ચે તમે પોતાને કેવી રીતે પોઝિટિવ રાખો છો?
જવાબઃ આ મુશ્કેલીનો તો લોકો રિયલ લાઈફમાં પણ સામનો કરતા હોય છે. મારા માટે આનાથી બચવાનો સૌથી સારો ઉપાય એ છે કે હું સોશિયલ મીડિયા એપ્સમાં વધુ ધ્યાન આપતી નથી. મારે જે પણ કહેવું હોય છે તે કહી દઉં છું. ત્યારબાદ નેગેટિવ કમેન્ટ પર ધ્યાન આપતી નથી. મને લાગે છે કે સોશિયલ મીડિયા એપ પર રેગ્યુલેશન હોવું જોઈએ. મહિલાઓને રેપ તથા જાનથી મારી નાખવાની ધમકી મળે છે, આ વાત યોગ્ય નથી.
સવાલઃ કોરોનાકાળમાં કઈ બાબત શીખવા મળી?
જવાબઃ કોરોનાકાળમાં મેં વસ્તુઓને પોઝિટિવ રીતે જોવાનું શરૂ કર્યું. જીવનમાં નકારાત્મકતાની જગ્યાએ સકારાત્મક અભિગમ અપનાવવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ મુશ્કેલ સમયે એ બતાવ્યું કે આપણે કેટલાં નસીબદાર છીએ કે આપણી પાસે આટલી બધી સુવિધા છે. આ મુશ્કેલ સમયમાં આપણાંથી વધુ અન્ય લોકો હેરાન થાય છે. હજારો પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી. આ બધું જોઈને જીવન પ્રત્યે આભારની લાગણી થઈ. આ સમયે મેં મારી ડ્રાઈવિંગ સ્કિલને શાર્પ બનાવી. દીકરા સાથે સમય પસાર કર્યો. એક કૂતરો એડોપ્ટ કર્યો.
સવાલઃ 2021માં કોંકણા પોતાના કયા નવા ટેલેન્ટથી દર્શકોને આશ્ચર્યમાં મૂકશે?
જવાબઃ પહેલી જાન્યુઆરીએ મારી ફિલ્મ 'રામપ્રસાદ કી તેરહવી' રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ ડિરેક્ટર નિખિલ અડવાણીની સાથે એક વેબ સિરીઝમાં કામ કર્યું છે. આ સિરીઝનું નામ 'મુંબઈ ડાયરીઝ 26/11' છે. આ ઉપરાંત નીરજ ઘેવાન સાથે એક શોર્ટ ફિલ્મ બનાવી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.