બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન તથા કરીના કપૂર હાલમાં ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. કરીનાએ થોડાં સમય પહેલાં જ 'કૉફી વિથ કરન'ના સેટ પર શૂટિંગ કરતી હોય તે અંગેની વાત કરી હતી. કરીના કપૂર એક્ટર આમિર ખાન સાથે 'કૉફી વિથ કરન'માં જોવા મળશે. હવે સેટ પરની તસવીરો લીક થઈ છે.
આમિર સિગાર પીતો જોવા મળ્યો
સેટ પરની બે તસવીરો લીક થઈ છે, જેમાં એક તસવીરમાં આમિર ખાન સિગાર સળગાવે છે અને તેની આગળ કરન જોહર ચાહકો સાથે ફોટો ક્લિક કરાવે છે. અન્ય એક તસવીરમાં આમિર ખાન કોઈકની સાથે વાત કરે છે અને કરીના પણ બીજાની વાત સાંભળતી હોય તેમ લાગે છે. ટેબલ પર કૉફી મગ પડ્યા છે અને તેની પરી 'કૉફી વિથ કરન' લખેલું છે.
શોના સ્પેશ્યિલ ગેસ્ટ છે
કરીના કપૂર તથા આમિર ખાન ચેટ શોના સ્પેશિયલ ગેસ્ટ છે. કરીનાએ થોડાં સમય પહેલાં જ તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેને બ્લેક કૉફી પસંદ છે. ત્યારબાદથી ચર્ચા થવા લાગી હતી કે કરીના ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહરના શોમાં જોવા મળશે.
11 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
આમિર ખાન તથા કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ થશે. આ જ દિવસે અક્ષય કુમારની 'રક્ષાબંધન' પણ રિલીઝ થવાની છે. લાલ સિંહ ચઢ્ઢા' હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ રિમેક છે. ઓરિજિનલ ફિલ્મમાં લીડ રોલ ફોરેસ્ટનું મગજ થોડું ઓછું કામ કરે છે. તેમ છતાં તે સફળતા પ્રાપ્ત કરે છે અને ફેમસ થઇ જાય છે. પરંતુ તેનો સાચો પ્રેમ તેને છોડીને જતો રહે છે. અદ્વૈત ચંદનના ડિરેક્શનમાં બનનારી હિન્દી રિમેકમાં આમિર ટોમ હેન્કસ દ્વારા પ્લે કરવામાં આવેલો રોલ નિભાવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.